ગુજરાતના પ્રવાસે પધારેલા ભૂતાનના રાજા શ્રી જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગે એ આજે સવારે ગિફ્ટ સિટીની મુલાકાત લીધી
*ગુજરાતના પ્રવાસે પધારેલા ભૂતાનના રાજા શ્રી જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગે એ આજે સવારે ગિફ્ટ સિટીની મુલાકાત લીધી*
**********
*ગિફ્ટ સિટીના ડીસ્ટ્રીકટ કૂલિંગ સીસ્ટમ અને યુટીલીટી ટનલ જેવા અદ્યતન અને વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી પ્રભાવિત થતા ભૂતાનના રાજવી*
**********
ગુજરાતની ત્રણ દિવસીય મુલકાતે પધારેલા ભૂતાનના રાજા શ્રી જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા ભૂતાનના પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગે એ આજે સવારે વૈશ્વિક ફાઈનાન્સિયલ અને આઈ.ટી સર્વિસ હબ તરીકે વિકસી રહેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક. સીટી-GIFT Cityની મુલાકાત લીધી હતી. ગુજરાતના પ્રોટોકોલ રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ભૂતાનના રાજવી અને પ્રધાનમંત્રી સહિત સંપૂર્ણ ડેલીગેશનનું ગિફ્ટ સીટી ખાતે સ્વાગત કર્યું હતું.
ભૂતાનના રાજવી અને પ્રધાનમંત્રી સહિત વિવિધ ડેલીગેટ્સને સૌપ્રથમ ગીફ્ટ હાઉસ ખાતે ગિફ્ટ સિટીના સંપૂર્ણ કોન્સેપ્ટ, તેની કાર્યશૈલી અને તેની વિશેષતા અંગે ગિફ્ટ સિટીના ચેરમેન અને મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર શ્રી હસમુખ અઢિયા દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
બ્રીફિંગ બાદ ભૂતાનના રાજવી, પ્રધાનમંત્રી અને ડેલીગેશને ગિફ્ટ સિટીના ડીસ્ટ્રીકટ કૂલિંગ સીસ્ટમ અને યુટીલીટી ટનલ જેવા અદ્યતન અને વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મુલાકાત લીધી હતી. ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં સિંગલ વિન્ડો સિસ્ટમથી આપવામાં આવતી બિઝનેસ ફ્રેન્ડલી સેવાઓ અને ગિફ્ટ સિટીના વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ડેલીગેટ્સ ખૂબ જ પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદર, ગિફ્ટ સિટીના એમ.ડી. શ્રી તપન રે, ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ કમિશનર ડૉ. ધવલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
************
નિતિન રથવી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.