ભરૂચમાં મેઘમેળાને વરસાદનું વિઘ્ન : મેળામાં નહિવત લોકો ઉમટતા રોજગારી નહિ મળતા વેપારીઓ ચિંતામાં મુકાયા - At This Time

ભરૂચમાં મેઘમેળાને વરસાદનું વિઘ્ન : મેળામાં નહિવત લોકો ઉમટતા રોજગારી નહિ મળતા વેપારીઓ ચિંતામાં મુકાયા


છપ્પનિયા દુકાળથી માત્ર ભરૂચ જીલ્લામાં જ મેવરાજાની સ્થાપના કરવામાં આવે છે અને શ્રાવણી સાતમથી દશમ સુધી ચાર દિવસ મેથમેળામાં લાખોનું માનવ મહેરામણ ઊમટતુ હોય છે પરંતુ વરસાદના વિઘ્ન સાથે રેડ એલર્ટ સ્પેતા વરસાદી માહોલ યથાવત રહેતા વેપારીઓએ સ્ટોલ લગાવ્યા અને મેળા જેવો માહોલ જામ્યો પરંતુ વરસાદના કારણે લોકો અવરજવર નહિવત રહેતા વેપારીઓની ચિંતા વધી રહી હોય અને પેચમેળો આ વખતે વેપારીઓ માટે રોજગારી માટે નિષ્ફળ રહે તેવો ભય ઉભો થઈ ગયો છે.

ભરૂચ જીલ્લામાં મેઘરાજજીની સ્થાઓના બાદ ઉત્સાહ અને ઉમંગ સાથે મેઘમેળો ઉજવાતો હોય છે અને આ મેળામાં માત્ર ભરૂચ જીલ્લાના જ નહિ પરંતુ ગુજરાતના અલગ અલગ જીલ્લાઓ માંથી વેપારીઓ ધામા નાંખી મેળામાં રોજગારી મેળવતા હોય છે, પરંતુ હાલ મેથમેળો શ્રાવણી સાતમથી શરુ થતા જ ભરૂચમાં વરસાદના વિઘ્ન રૂપી રેડ એલર્ટ જાહેર કરતા સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. અને મેધ મેળા માં બે હજારથી વધુ સ્ટોલ લાગ્યા છે પરંતુ મેળામાં લોકોની અવરજવર નહિંવત રહેતા વેપારમાં મંદીનો માહોલ ઉભો થતા અને હજુ પણ મેથમેળાને નોમ અને દશમ બે દિવસ બાકી છે.ત્યારે હજુ પણ વેપારીઓ અંતિમ સમયમાં મેઘમેળો જામે તેવી આશાઓ વેપારીઓ કરી રહ્યા છે. મેવમેળામાં સાતમના દિવસે લોકોનું માનવ મહેરામણ વરસાદના કારણે નહિવત રહ્યું તેવી જ રીતે ગોકુળ આઠમના દિવસે પણ વરસાદ યથાવત રહેતા મેઘમેળાની સેનક હજુ જામતી નથી અને હજુ મેથમેળા ને નોમ અને દથમ બે દિવસ બાકી છે ત્યારે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થનાઓ પણ હાલ મેઘમેળામાં રહેલા વેપારીઓ કરી રહ્યા છે.


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.