બાલાસિનોર મામલતદાર કચેરી ખાતે 15 મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી કરાઈ.* - At This Time

બાલાસિનોર મામલતદાર કચેરી ખાતે 15 મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી કરાઈ.*


*

બાલાસિનોર મામલતદાર કચેરી માં મત જાગૃતિ લાવવા મતદાન એ આપણો અધિકાર છે. લોકતંત્રનો મુખ્ય અર્થ જ મતદાન... એક મત થી ઇતિહાસ બન્યા છે. ચાલો આપણે મત આપીશું અને અપાવીશું એ આ અધિકાર ને સાર્થક કરવા મતદાન કરીશું અને મતદાન કરાવીશું. બાલાસિનોરના મામલતદાર રાજેન્દ્રસિંહ વાધેલા દ્વારા શ્રેષ્ઠ કામગીરી ના સર્ટી એનાયત કરાયા જેમાં બાલાસિનોર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો તા. 25-01-2025 ના રોજ 15મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવ્યો. તેમાં બેસ્ટ સુપરવાઈઝર તથા બેસ્ટ બી.એલ.ઓશ્રીનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. પ્રથમ વખત મતદાર તરીકે નોંધાયેલ યુવા મતદાર તથા દિવ્યાંગ મતદાર અને વરીષ્ઠ મતદારને પુષ્પગુચ્છ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

*બેસ્ટ બી.એલ.ઓ:-* (૧) પરમાર વિક્રમભાઈ રામાભાઈ-મહાદેવના મુવાડા પ્રાથમિક શાળા (૨) વાળંદ ભરતકુમાર કાળીદાસ- પ્રા.શાળા ઢાઠી

*બેસ્ટ સુપરવાઈઝર* :- પટેલ સંગીતાબેન જેઠાભાઇ


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image