સોશિયલ મીડિયાની મિત્રતા ભારે પડી .
વડોદરા શહેરમાં શોશિયલ મીડિયાના પર થયેલી મિત્રતાએ વિદ્યાર્થીનીને મુશ્કેલીમાં મૂકી દીધી હતી . સોશિયલ મીડિયામાં બનેલા મિત્રએ બ્લેકમેઇલ કરીને વિદ્યાર્થિનીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું . છેવટે વિદ્યાર્થિનીએ 181 અભયમ ટીમની મદદ લીધી હતી અને અભયમની ટીમે ગાર્ડનમાં બોલાવીને યુવાનને ઝડપી પાડ્યો હતો અને કિશોરીને ચિંતામુક્ત કરી હતી . અભયમ રેસ્ક્યુ ટીમે યેવાનના મોબાઇલમાંથી વિદ્યાર્થિની સાથેના ફોટો તેમજ કોલ રેકોર્ડિંગ ડીલીટ કરાવી દીધા હતા અને યુવાનના માતા - પિતાને બોલાવીને માફીપત્ર લખાવી લીધું હતું . વિદ્યાર્થિની ધોરણ -11 માં અભ્યાસ કરે છે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતી ક્રિષ્ણા ( નામ બદલ્યું છે ) ધોરણ -11 માં અભ્યાસ કરે છે . સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર કારેલીબાગમાં રહેતા અમીત ( નામ બદલ્યું છે ) સાથે મિત્રતા થઇ હતી . ઈન્સ્ટાગ્રામ દ્વારા થયેલી મિત્રતા ગાઢ મિત્રતામાં ફેરવાઇ હતી . લાંબા સમય સુધી ચાલેલી મિત્રતા દરમિયાન અમીતે ક્રિષ્ણા સાથે ફોટો પાડી લીધા હતા . આ ઉપરાંત ફોન ઉપર જે કોઇ વાતચીત થાય તેનું રેકોર્ડિંગ પોતાના મોબાઇલ ફોનમાં કરી રાખ્યું હતું . ક્રિષ્ણા આ બાબતથી અજાણ હતી . શારીરિક સંબંધની માંગ કરતા વિદ્યાર્થિનીએ સબંધ કાપી નાખ્યા સમય જતાં અમીતે ક્રિષ્ણાને મેસેજ કરીને શારીરિક સંબંધ માટે બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું . અમીતની દાનત ખરાબ હોવાનું જણાઇ આવતા અને અવારનવાર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતા વિદ્યાર્થિનીએ તેની સાથે સંબંધ કાપી નાંખ્યા હતા . જેથી રોષે ભરાયેલા અમીતે ક્રિષ્ણાને જણાવ્યું હતું કે , આજે સાંજે 5 વાગે મળવા નહીં આવે તો વાંધાજનક ફોટો તેમજ આપણી થયેલી વાતચીતનું રેકોર્ડિંગ સોશિયલ મીડિયા અને તારા પરિવાર ને મોકલી આપીશ , તેવી ધમકી આપી હતી .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.