રાજુલા પોલીસે છેલ્લા આઠ વર્ષથી ગુમ થયેલ યુવતીને મધ્યપ્રદેશ ખાતેથી શોધી કાઢી - At This Time

રાજુલા પોલીસે છેલ્લા આઠ વર્ષથી ગુમ થયેલ યુવતીને મધ્યપ્રદેશ ખાતેથી શોધી કાઢી


રિપોર્ટ - મહેશ વરુ - રાજુલા

રાજુલા પોલીસે છેલ્લા આઠ વર્ષથી ગુમ થયેલ યુવતીને મધ્યપ્રદેશ ખાતેથી શોધી કાઢી

રાજુલા પોલીસે છેલ્લા આઠ વર્ષથી મોટા આગરીયા ગામથી ગુમ થયેલ યુવતીને મધ્યપ્રદેશ ખાતેથી શોધી કાઢી સરાહનીય કામગીરી કરવામા આવેલ છે. મળતી માહિતી મુજબ રાજુલા પો.સ્ટે.ના આગરીયા બીટ દ્વારા રાજુલા પો.સ્ટે. ગુમ જાણવા જોગ નં.૦૯/૨૦૧૬ મુજબના કામે ગુમ થયેલ યુવતી છેલ્લા આઠ વર્ષથી ગુમ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. આઇ.જે.ગીડાનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ ગુમ થયેલ યુવતીને ટેકનીકલ તથા હ્યુમન સોર્સની મદદથી મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લામાંથી યુવતી ભુરીબેન ગોવીંદભાઇ મોહનભાઇ મુનીયા કે જે દિતીયાભાઈ સોમલાભાઈ ભીલ ઉ.વ.૨૭ ધંધો ખેત મજુરી રહે.ગામ કુંડારપાડા તા.સરદારપુર જી.ધાર રાજય-મધ્યપ્રદેશ ખાતેથી શોધી કાઢી ગુમ થનારનું નિવેદન મેળવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. આ કામગીરીમાં રાજુલાના પીઆઇ આઇ.જે.ગીડા તથા આગરીયા બીટ હેડ કોન્સ. અનોપસિંહ જી.સોલંકી, હેડ કોન્સ. જગદિશભાઇ વી.રાઠોડ સર્વેલન્સ સ્કોડના હેડ.કોન્સ.મધુભાઈ પોપટ હરપાલસિંહ ગોહિલ, હેડ.કોન્સ. હરેશભાઇ વાળા, પો.કોન્સ. ધર્મેશભાઇ ચારોલા, વુ.પો.કોન્સ પ્રિયંકાબેન જાની સહીત સ્ટાફગણ દ્વારા કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.