" ડભોઇ નગરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા આર.જી. પંડ્યા હાઇસ્કૂલના ૮૫ માં સ્થાપના દિવસની ઉજવણી " - At This Time

” ડભોઇ નગરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા આર.જી. પંડ્યા હાઇસ્કૂલના ૮૫ માં સ્થાપના દિવસની ઉજવણી “


રિપોર્ટ :- નિમેષ સોની ડભોઈ

ડભોઇ નગરમાં છેલ્લા ૮૪ વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે બાળકોને પાયાનું જ્ઞાન આપી જીવનમાં પગભર બનાવતી શિક્ષણ સંસ્થા આર.જી.પંડયા હાઈસ્કૂલે ડભોઇ નગર અને તાલુકામાં પોતાનું એક અનેરૂ સ્થાન ઊભું કર્યું છે. આ સંસ્થાએ ૮૪ વર્ષ પૂર્ણ કરી આજે ૮૫માં વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો હતો. તે નિમિત્તે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સી.આર.પંડયાની ઉપસ્થિતિમાં સત્યનારાયણની કથા યોજવામાં આવી હતી અને તેની સાથે બાળકો દ્વારા પણ વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે વિવિધ કાર્યક્રમોમાં શાળાના આચાર્ય અને શિક્ષકો સહિત તમામ સ્ટાફ પણ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યો હતો.
સદર શૈક્ષણિક સંસ્થા ડભોઇ નગરની મધ્યમાં આવેલ છે તેમજ ડભોઇ નગરમાં સૌથી રાહત દરે તદ્દન નજીવી ફી લઈ ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડે છે. આ સંસ્થામાં હાલમાં પણ ગ્રાન્ટેડ વર્ગો પણ ચાલુ છે. આ શાળામાં અસંખ્ય વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ પોતાના જીવનમાં સતત આગળ વધ્યા છે. તેમજ કેટલાય વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર બન્યા છે. કેટલાક વિધાર્થીઓ વિવિધ સરકારી ઉચ્ચ પદો પર પણ પહોંચ્યા છે અને શાળાનું નામ રોશન કર્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon