પંચમહાલ-શહેરા તાલુકામા આવેલા ઈટોના ભઠ્ઠાના માલિકો સામે એસઓજી શાખાની લાલ આંખ. મજુર અને કારીગરોની નોધણી પોલીસ સ્ટેશનમાં નહી કરાવતા કાર્યવાહી કરાઈ
શહેરા
પંચમહાલ જીલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ઈટોના ભઠ્ઠાઓ આવેલા છે. આ ભઠ્ઠાઓ પર રાજ્ય બહારના પરપ્રાન્તિય મજુરો અને કારીગરો કામ કરે છે. આ મજુરો,કારીગરોની નોધણી સ્થાનિક પોલીસ સ્ટેશનમા કરાવી જરુરી છે. પણ કેટલાક ઈટોના ભઠ્ઠાઓના માલિકો આ નોધણી કરાવતા નથી અને પરપ્રાન્તિય મજુરોને ભઠ્ઠામાં કામે રાખી લે છે. પંચમહાલ જીલ્લા એસઓજી શાખાએ પોલીસ સ્ટેશનમા નોધણી રાખ્યા વગર કામે રાખતા ઈટોના ભઠ્ઠાઓના માલિકો સામે લાલ આંખ કરી છે. પોલીસે શહેરા તાલુકાના ઉમરપુર અને પસનાલ ગામે આવેલા બે ઈટોના ભઠ્ઠા પર તપાસ હાથ ધરી હતી અને તપાસમાં રાજસ્થાનના મજુર અને ઉત્તરપ્રદેશના કારીગરની નોધણી નહી કરવા બદલ ઈટોના ભઠ્ઠાના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર પંચમહાલ જીલ્લા પોલીસની એસઓજી શાખાની ટીમ શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમયે ઈટોના ભઠ્ઠા પર તપાસ હાથ ધરવામા આવી હતી જેમા તપાસ દરમિયાન ઉમરપુર અને પસનાલ ગામે આવેલા ઈટોના ભઠ્ઠા પર તપાસ હાથ ધરવામા આવી હતી જેમા ઉમરપુર ગામે એક પરપ્રાન્તિય ઈસમની રામ પ્રકાશ પાલ પુછપરછ કરતા તેને ઉત્તરપ્રદેશનો હોવાનુ જણાવ્યુ હતુ. તેને કારીગર તરીકે રાખ્યાની કોઈ નોધણી પોલીસ સ્ટેશનમા કરવામા આવી ન હોવાની વિગત સામે આવી હતી.એસઓજી શાખાની બીજી તપાસમાં પસનાલ ગામે આવેલા ઈટોના ભઠ્ઠા પર તપાસ કરવામા આવી હતી. જેમા એક મજુર સંજયભાઈ લાસુણની પુછપરછ કરતા તે રાજસ્થાનનો હોવાની વિગતો સામે આવી હતી. વધુમાં તેની પણ નોધણી પોલીસ સ્ટેશન ખાતે કરાવામા આવી નહી હોવાની વિગતો તપાસમાં સામે આવી હતી. આથી પોલીસે ઈટોના ભઠ્ઠાના માલિકો સામે મેજીસ્ટ્રેટના જાહેરનામાના ભંગનો અંગે ગુનો શહેરા પોલીસ સ્ટેશન ખાતે નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.