મંગળવારે પાંચ વોર્ડના અડધા વિસ્તારમાં પાણીકાપ, એક લાખ લોકો રહેશે તરસ્યા
વોર્ડ નં.8, 10, 11, 12 અને 13ના અનેક વિસ્તારોમાં વિતરણ નહીં થાય
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હેઠળ વેસ્ટ ઝોન હસ્તકના મવડી(પુનિતનગર) પમ્પિંગ સ્ટેશન પર સમ્પ સફાઇની કામગીરી હાથ ધરવાની હોવાથી વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન હેઠળ આવતા 5 વોર્ડના પાર્ટ વિસ્તારમાં પાણી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. મંગળવારે વોર્ડ નં.8(પાર્ટ), વોર્ડ નં.10 (પાર્ટ), વોર્ડ નં.11 (પાર્ટ), વોર્ડ નં.12(પાર્ટ) અને વોર્ડ નં.13 (પાર્ટ)ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આથી એક લાખથી વધુ લોકોને પીવાનું પાણી નહીં મળે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
