જુનાગઢથી- બગસરા રૂટની જૂની એસ.ટી. બસ નિયમિત ચલાવવા ટિમ ગબ્બરની માંગ
જુનાગઢથી- બગસરા રૂટની જૂની એસ.ટી. બસ નિયમિત ચલાવવા ટિમ ગબ્બરની માંગ
વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા વાહન વ્યવહાર મંત્રી,
મુખ્યમંત્રી,ટ્રાફિકકન્ટ્રોલરજુનાગઢ, કલેક્ટર જુનાગઢ વિગેરેને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે, જુનાગઢ ડેપોની જુનાગઢ- બગસરા રૂટની એસ. ટી.બસ જુનાગઢથી વિસાવદર, જેતલવડ,તથા બગસરા રૂટમાં ત્રણ ફેરા કરી જુનાગઢમાં નાઈટ કરતી હોય તે એસ.ટી.બસ લોકોને ખુબજ ઉપયોગી હોય તે બસમાં પૂરતો ટ્રાફિક પણ મળતો હોય એમ છતાં શનિવાર,રવિવાર ના દિવસો સહિત અનેક દિવસોમાં આ રૂટની એસ.ટી.બસ વિના કારણે કોઈપણ જાતની જાણ કર્યા વગર કાપી નાખવામાં આવતી હોય તેના કારણે મુસાફરોને ખૂબ જ અગવડતા પડતી હોય ગ્રામ્ય પ્રજાને ઉપયોગી આ બસ સેવા નિયમિતરીતે લોકોના ઉપયોગ માટે ચાલુ રાખવા અમારી ટિમ ગબ્બરની માંગ છે તે વ્યાજબી કારણની હોય તાત્કાલિક આ સમયે એસ.ટી.બસને નિયમીત ચાલુ કરી આપવામાં આવે તેવી અમારી ટિમ ગબ્બરની માંગ સાથે રજુઆત છે.
રિપોર્ટહરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.