*અંધારામાં પણ જાગૃત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરતંત્ર* —— *દરિયાઈ પટ્ટી પરથી પ્રથમવાર શંકાસ્પદ ડિઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો* ——– *રૂ. ૨ લાખથી વધુનો ૨,૨૦૦ લીટરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો* ——– ગુજરાત દેશનો સૌથી મોટો લાંબો દરિયાઈ કિનારો ધરાવે છે અને દરિયા કિનારા પરથી છેલ્લા થોડા સમયથી શંકાસ્પદ વસ્તુઓ મળવાની ઘટનાઓ અને બીનાઓ તાજેતરમાં ધ્યાનમાં આવી છે. ત્યારે, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ટીમ દ્વારા દરિયાઈ સુરક્ષાને પ્રાધાન્ય આપીને દરિયા કિનારે થતી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની સૂચના અને સીધી દેખરેખ હેઠળ જિલ્લા કલેકટરશ્રીની ટીમ દ્વારા આ અન્વયે કોડિનાર તાલુકાના મૂળદ્વારકા બંદર પર ગેરકાયદેસર શંકાસ્પદ ડિઝલની હેરાફેરી થતી હોવાની શંકાના આધારે મૂળદ્વારકા બંદર પરથી કુલ ૭૦ થી વધારે બોટની તપાસ હાથ કરવામાં આવી હતી. જેમાંથી ૩ બોટ શંકાસ્પદ જણાતા તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે કલેકટર તંત્રની બાજનજર હેઠળ ચુસ્ત દેખરેખ વચ્ચે દરિયામાં રહેલી બોટ પર રાખવામાં આવી રહેલી નજર અંતર્ગત અમૂક બોટ પર શંકાસ્પદ ડિઝલ હોવાની જાણકારી મળતા જિલ્લા કલેકટરતંત્ર દ્વારા તુરંત જ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંધારી રાતે પણ તુરંત સતર્કતા અને જાગરૂકતા દાખવીને દરિયાઈ પટ્ટી પરથી પહેલી વખત શંકાસ્પદ રીતે સંગ્રહિત ડિઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આશરે રૂ. ૧૫ લાખની કિંમતની આ ૩ બોટો પરથી આશરે ૨,૨૩૦ લીટર ડિઝલ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેની અંદાજિત કિંમત રૂ.૨,૧૪,૦૮૦ થવા જાય છે. જ્યારે મુદ્દા માલ સહિતની કિંમત રૂ.૧૭,૫૯,૦૮૦ થવા જાય છે.
*અંધારામાં પણ જાગૃત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરતંત્ર*
------
*દરિયાઈ પટ્ટી પરથી પ્રથમવાર શંકાસ્પદ ડિઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો*
--------
*રૂ. ૨ લાખથી વધુનો ૨,૨૦૦ લીટરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો*
--------
ગુજરાત દેશનો સૌથી મોટો લાંબો દરિયાઈ કિનારો ધરાવે છે અને દરિયા કિનારા પરથી છેલ્લા થોડા સમયથી શંકાસ્પદ વસ્તુઓ મળવાની ઘટનાઓ અને બીનાઓ તાજેતરમાં ધ્યાનમાં આવી છે. ત્યારે, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ટીમ દ્વારા દરિયાઈ સુરક્ષાને પ્રાધાન્ય આપીને દરિયા કિનારે થતી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની સૂચના અને સીધી દેખરેખ હેઠળ જિલ્લા કલેકટરશ્રીની ટીમ દ્વારા આ અન્વયે કોડિનાર તાલુકાના મૂળદ્વારકા બંદર પર ગેરકાયદેસર શંકાસ્પદ ડિઝલની હેરાફેરી થતી હોવાની શંકાના આધારે મૂળદ્વારકા બંદર પરથી કુલ ૭૦ થી વધારે બોટની તપાસ હાથ કરવામાં આવી હતી. જેમાંથી ૩ બોટ શંકાસ્પદ જણાતા તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
આજે વહેલી સવારે કલેકટર તંત્રની બાજનજર હેઠળ ચુસ્ત દેખરેખ વચ્ચે દરિયામાં રહેલી બોટ પર રાખવામાં આવી રહેલી નજર અંતર્ગત અમૂક બોટ પર શંકાસ્પદ ડિઝલ હોવાની જાણકારી મળતા જિલ્લા કલેકટરતંત્ર દ્વારા તુરંત જ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંધારી રાતે પણ તુરંત સતર્કતા અને જાગરૂકતા દાખવીને દરિયાઈ પટ્ટી પરથી પહેલી વખત શંકાસ્પદ રીતે સંગ્રહિત ડિઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
આશરે રૂ. ૧૫ લાખની કિંમતની આ ૩ બોટો પરથી આશરે ૨,૨૩૦ લીટર ડિઝલ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેની અંદાજિત કિંમત રૂ.૨,૧૪,૦૮૦ થવા જાય છે. જ્યારે મુદ્દા માલ સહિતની કિંમત રૂ.૧૭,૫૯,૦૮૦ થવા જાય છે.
કલેકટરતંત્રની સજાકતાને કારણે ગઈકાલે જ ખનીજ ચોરી પકડી પાડવામાં આવી હતી અને આજે ફરી એકવાર શંકાસ્પદ રીતે સંગ્રહિત ડિઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને જે બોટ પરથી આ જથ્થો મળી આવ્યો હતો તેને પણ સીઝ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
--------
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.