જેતપુરમાં કામદારને નોકરીમાંથી ગેરકાયદે છુટા કરી દેવાતા પાલિકાને 4 લાખ ચુકવવા હુકમ
રાજકોટની લેબર કોર્ટે કરેલા હુકમને જેતપુર નગરપાલિકાએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો
પાલિકાના કામદાર સમજુબેન ભુપતભાઇ જાદવને વળતરના રૂા. 4 લાખ ચુકવવા ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો છે.
જેતપુર નગરપાલિકાના કામદાર સમજુબેનનો અને અન્ય કામદારોને નગરપાલિકાએ તા. 01-08-15ના મૌખિક હુકમથી નોકરીમાંથી છુટા કરી દીધેલ હતા.
કામદારોએ લેબર કોર્ટ રાજકોટમાં નગરપાલિકા સામે રેફરન્સ કરાવેલ હતો.
કેસમાં કામદારના એડવોકેટની દલીલો અને રજુઆતો સાંભળી કોર્ટ કામદારને નોકરીમાં પાછા લેવા અને 20 ટકા પડેલા દિવસોના પગાર ચુકવવા હુકમ કરેલ હતો.
નગરપાલિકાએ ઉપરોકત હુકમને હાઇકોર્ટમાં ચેલેન્જ કરતા કોર્ટે એવોર્ડ સ્ટે કરેલ હતો.
ફાઇનલ હીયરીંગ થઇ જતા હાઇકોર્ટએ કરાવેલ છે કે નગરપાલિકાએ કામદારને ગેરકાયદે છુટા કરેલ છે.
આૌદ્યોગિક વિવાદ ધારા-1947ના સેકશન રપ (એક) અને (જી)નો ભંગ થાય છે.
રોજમદાર કામદાર છેલ્લે રૂા. 289 દૈનિક પગાર હતો.જેથી કોમ્પેસેશનના (રૂા. ચાર લાખ) હુકમની નકલ મળ્યાથી 4 અઠવાડિયામાં ચુકવવાનો હાઇકોર્ટ અરજી કર્યો હતો.
આ કેસમાં કામદાર સમજુબેન વતી હાઇકોર્ટ સમક્ષ સીનીયર એડવોકેટ પી.આર.દેસાઇ રોકાયેલ હતા.
અહેવાલ આશિષ પાટડીયા જેતપુર
9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.