જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત ને ખનીજ ચોરી બાબતે પત્ર પાઠવતા કોંગ્રેસ અગ્રણી અલ્પેશ સોલંકી.
સાવરકુંડલા થી રંઘોળા રોડપર ઓમ એજન્સી દ્વારા ખનીજ ચોરી કરવા બાબત ની રજૂઆત અંગે ગુંદરણના કોંગ્રેસ અગ્રણી અલ્પેશભાઈ સોલંકી દ્વારા જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાતને પત્ર પાઠવી માંગ કરવામાં આવેલ છે કે ઉપરોક્ત વિષયે તાલુકા સ્વાગત તેમજ જીલ્લા સ્વાગત અંતર્ગત ફરિયાદ કરેલ હતી તેમ છતાં જવાબદાર સબંધિત વિભાગ કે તંત્ર તરફથી આજદિન સુધીમાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી જેમાં સાવરકુંડલા - રંઘોળા રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં આ કામ ઓમ કન્ટ્રશન એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં આ રોડની બંને સાઈડ પર હાર્ડ મોરમ પાથરવામાં આવે છે. જેમાં તેઓ સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામની પરમીટ લઈને લીલીયા તાલુકાના ક્રાંકચ, ભોરીંગડા, બવાડી, અને બવાડા ગામના ગૌચર સરકારી પડતર માં આવેલા ડુંગર ખોદી મોરમ ઉપાડીને ખનીજ ચોરી કરી રહ્યા છે, જે બાબત ની તાલુકા સ્વાગત અને જીલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ફરિયાદ કરવામાં આવેલ હતી તેમ છતાં તંત્ર દ્વારા આજદિન સુધી આ અંગે કોઈ ઘટિત કાર્યવાહી કરવામાં આવેલ નથી.કે તે અંગે કોઈ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવેલ નથી, અને ખોટી રીતે ખનીજ ચોરી થઇ રહી છે, અને સરકાર શ્રીની તિજોરી પર ભારણ વાધરવામાં આવી રહ્યું છે. જે એક ગંભીર બાબત ગણાય આ પ્રશ્ને જીલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ હેઠળ ની રજૂઆત તેમજ રાજ્ય સ્વાગત કાર્યક્રમ અંતર્ગત આ પ્રશ્ન ને સબંધિત વિભાગ કે તંત્ર દ્વારા દરકાર કરવામાં આવતી નથી જેથી આ પ્રશ્ને આપની કક્ષાએથી યોગ્ય ઘટિત કાર્યવાહી કરવા બાબત કોંગ્રેસ અગ્રણી અલ્પેશભાઈ સોલંકી દ્વારા જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત ને પત્ર પાઠવાયો તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
