વડાલી તાલુકાના ધરોદ ગામ ખાતે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો - At This Time

વડાલી તાલુકાના ધરોદ ગામ ખાતે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો


વડાલી તાલુકાના ધરોદ ગામ ખાતે બાળલગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ - સાબરકાંઠા અને જિલ્લા બાળ સુરક્ષા એકમ - સાબરકાંઠા ના સંયુક્ત ઉપક્રમે વડાલી તાલુકાના ધરોદ ગામ ખાતે બાળલગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ - સાબરકાંઠાના અધિકારી /કર્મચારીઓ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ - સાબરકાંઠાના કર્મચારી, ગામના સરપંચ, ડે. સરપંચ,પ્રાથમિક શાળાના આચાર્ય, આંગણવાડીકાર્યકરો તેમજ અલગ- અલગ ગામના સમાજના આગેવાનો, મહિલાઓ તથા બાળકો એ હાજરી આપેલ જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ - સાબરકાંઠા ના પ્રોટેકશન ઓફિસર મુકેશભાઈ સોલંકી દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ -2006 અને મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત બાળ સુરક્ષા સેવાઓ વિશે સમજ આપેલ જયારે જિલ્લા બાળ સુરક્ષા એકમ - સાબરકાંઠા સામાજિક કાર્યકર કનુભાઈ પટેલ દ્વારા બાળલગ્નથી થતી માઠી અસરો અને બાળલગ્ન મુક્ત વડાલી તાલુકો બને તે હેતુસર શપથ લેવડાવ્યા હતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ - સાબરકાંઠા કર્મચારી દ્વારા મહિલાઓના સામે થતા ગુન્હા સામે રક્ષણ આપતા કાયદાઓ અને મહિલાઓ ની કલ્યાણકારી યોજનાઓ વિશે સમજ આપી હતી
આ કાર્યકમ ને સફળ બનાવવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ - સાબરકાંઠા શીતલબેન પરમાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ જેમાં આજુબાજુ વિવિધ ગામોના મોટી સંખ્યા લોકોએ હાજરી આપેલ તેમજ કાર્યક્રમના અંતમાં નિકુંજભાઈ રબારી દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.