શ્રી કચ્છ આહીર મંડળ ની સાધારણ સભા આહીર બોર્ડિંગ અંજાર મધ્યે યોજાઈ
*શ્રી કચ્છ આહીર મંડળ ની સાધારણ સભા આહીર બોર્ડિંગ અંજાર મધ્યે યોજાઈ હતી*
સાધારણ સભા ના એજન્ડાઆ પ્રમાણે હતા ( 1) ગત વર્ષના હિસાબોની બહાલી, 2) સંસ્થાના શૈક્ષણિક કાર્યોની ચર્ચા,3) સંકુલના વિકાસ માટેની ચર્ચા, 4) પ્રમુખશ્રી ના સ્થાનેથી રજુ થાય તે મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમ ની શરૂઆત મા મંડળ ના કાર્યાલય મંત્રી શામજીભાઈએ ગત વર્ષ નું હિસાબ રજુ કર્યું હતું ત્યારબાદ એક વર્ષ મા આહીર બોર્ડિંગ મા આવેલ દાન ના દાતાશ્રીઓની નામાવલી સંસ્થાના ઉપપ્રમુખશ્રી આલાભાઈ એ રજુ કરી હતી ત્યારબાદ એક વર્ષ મા બોર્ડિંગ મા થયેલ કામગીરી ની વાત સંસ્થા ના મંત્રીશ્રી નારણભાઇએ કરી હતી પછી સંસ્થા મા આવેલ દાન ના દાતાશ્રીઓ નું સન્માન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ અંજાર વિધાનસભાના ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા સાહેબએ આહીર સમાજ ના શિક્ષણ વિશે વાત કરી હતી અને પોતે બોર્ડિંગ ના વિધાર્થી હતા ત્યારની વાત કરી હતી,ગુજરાત રાજ્ય ના પૂર્વ મંત્રી વાસણભાઈ આહીર સાહેબએ બોર્ડિંગ ના ભૂતકાળ વિશે વાત કરી હતી અને વર્તમાન મા બોર્ડિંગ નું સમાજ મા શું મહત્વ છે તેની વાત કરી હતી , પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહીરે પોતાના વક્તવ્ય મા સમાજ મા આહીર બોર્ડિંગ નું શિક્ષણ ક્ષેત્રે યોગદાન શું છે તેની વાત કરી હતી ,આહીર સમાજ ના અગ્રણી વીકે હુંબલે આહીર સમાજમા શિક્ષણ વિશે કેમ જાગૃતિ આવે તેની વાત કરી હતી સાથેજ કર્મચારી મંડળ ના પ્રમુખશ્રી બળવંતભાઈએ સમાજ મા સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે માટેની વાત કરી હતી ,છેલ્લે પ્રમુખશ્રી ના સ્થાને થી સંસ્થાના પ્રમુખશ્રી તેજાભાઇ રમાભાઈ કાનગડ એ આવનાર સમય મા આહીર બોર્ડિંગના નવા નિર્માણ માટે સમાજ સમક્ષ વાત મૂકી હતી અને આહીર સમાજ ના આશીર્વાદથી આજે આપણે બોર્ડિંગ સારા કાર્ય કરી રહ્યા છીએ, આજની સાધરણા સભા મા કચ્છ આહીર મંડળ ના ટ્રસ્ટશ્રી મુકેશભાઈ કાપડી, ભોજુભાઈ આહીર, ભુરાભાઇ વરચંદ અને આહીર સમાજ અગ્રણીઓમા રાણાભાઇ રવા ડાંગર,બાબુભાઇ ભીખાભાઇ આહીર, વાસણ(દાદા), મયુરભાઈ હડિયા,દેવજીભાઈ બામભણીયા,સતિષભાઈ છાંગા, મુળજીભાઈ મયાત્રા, કિરણભાઈ આહીર વાઘજીભાઈ આહીર, ધનાભાઈ ભૂરાભાઈ આહીર , ધનાભાઇ કેરાસિયા.શામજીભાઈ આહીર,તથા આહીર સમાજ ની વહી ઓ ના પ્રમુખશ્રી અને સમાજ ના અગ્રણીઓ, કચ્છ આહીર કર્મચારી મંડળ ના સભ્યો, તથા સમાજ ના યુવાનો અને આહીર સમાજ ના લોકો મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા કાર્યક્રમ નું સંચાલન હરેશભાઇ અને મુકેશભાઈ એ કર્યું હતું આભાર વિધિ નારણભાઇ આહીર એ કાર્યો હતો.કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કચ્છ આહીર મંડળ ની ટીમ અને શાળા બોર્ડિંગ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. અંત મા સમાજ ના બધાજ ભાઈઓ એ સમૂહ ભોજન લીધો હતો અને પછી છુટા પડ્યા હતા.
રીપોર્ટ -દિપક આહીર
અંજાર કચ્છ
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.