એક રાજયમાં બે નિયમ: જામનગર, મોરબી મેળા ચાલુ, રાજકોટમાં નહી: દશરથસિંહ વાળા
રાજકોટમાં આજથી શરૂ થતા ભાતીગળ લોકમેળો વિવાદના વમળમાં ફસાયો છે. કલેકટર તંત્ર અને પોલીસ રાઈડસ સંચાલકોને સરકારે નકકી કરેલ એસઓપીના પાલન કર્યા વગર મંજુરી નહી આપવાના નિર્ણયથી હાઈકોર્ટમાં ગયેલા સંચાલકોને કોર્ટ દ્વારા પોલીસ પાસે જઈ મંજુરી મેળવવાની પ્રોસેસ કરવાનો હુકમ કરતા મોડીરાત્રીના મેળાના સંચાલક દશરથસિંહ વાળા સહિતના લોકો દોડી આવ્યા હતા અને આજે સવારે પણ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાને મળી પોતાની વ્યથા અને માંગણી મુકી હતી.
વધુમાં મેળાના સંચાલક દશરથસિંહ વાળાએ જણાવ્યું હતું કે તેઓ રાઈડસના મુદે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ગઈકાલે હાઈકોર્ટે આદેશ કરતા જણાવ્યું હતું કે તમે રાજકોટ શહેર પોલીસ પાસે જાવ અને ત્યાંથી મંજુરી માટે પ્રોસેસ કરાવો જે માટે એક ફોર્મ ત્યાંથી આપવામાં આવ્યું હતું જે પોલીસ કમિશ્નરની કચેરીએ જમા કરાવવા માટેનું કહેવામાં આવતા તેઓ મોડીરાત્રે 12 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમે દોડી આવ્યા હતા અને હાઈકોર્ટમાંથી આપવામાં આવેલ ફોર્મ સબમીટ કરાવ્યું હતું. જે બાદ આજે સવારે તેઓ પોલીસ કમિશ્નરને મળવા માટે રૂબરૂ દોડી આવ્યા હતા.
વધુમાં તેઓએ જણાવ્યું કે પોલીસ કમિશ્નરે ફોર્મ લાયસન્સ શાખામાં જમા કરાવવા માટે કહ્યું છે અને લાયસન્સ શાખા દ્વારા તમામ પાસા ચકાસી આગળની કાર્યવાહી કરશે તેવું જણાવ્યું હતું. ઉપરાંત તેઓએ જણાવ્યું કે એક રાજયમાં બે કાનૂન હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. જામનગર અને મોરબીમાં તંત્રએ મેળાઓને મંજુરી પણ આપી દીધી છે અને મેળા શરૂ પણ થઈ ગયા છે.
પરંતુ રાજકોટનું તંત્ર જ અટકીને ઉભુ છે. જે બાબતે પો.કમિશ્નરને જણાવતા તેઓએ જણાવ્યું કે અમે તો રાજકોટ શહેરની જવાબદારી અમારી છે બાકીના શહેરોમાં શું થાય છે તે અમારે જોવાનું ન હોય.
વધુમાં દશરથસિંહ વાળાએ જણાવ્યું કે ગ્રાઉન્ડના મેળામાં ફાઉન્ડેશન કરવાની વાત છે ત્યારે તે જમીન જ પથરાળ છે જયાં જેસીબી ચલાવો તો પણ તે જમીનમાં ખાડો ન પડે તેવી ખડતલ જમીન છે. છતાં પણ લોકોની સુરક્ષા માટે ફાઉન્ડેશન ભરવાનું થતું હોય તો અમોને બે મહિના પહેલા કલેકટરતંત્ર દ્વારા મેદાન આપી દેવું પડે તો અમે ફાઉન્ડેશન ભરી મજબૂતી કરી શકીએ. તેના બદલે અમને 10 દિવસ પહેલા જ તંત્ર દ્વારા મેદાન ફાળવવામાં આવ્યું તો 10 દિવસમાં ફાઉન્ડેશન ભરીને પણ રાઈડસ ન મુકી શકાય. કેમ કે તે વધુ જોખમી બની જાય છે. તો બેતરફના વિચારોથી અમારે કરોડો રૂપિયાની નુકશાની જાય તેવુ ચિત્ર સામે આવ્યું છે.
ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ મેળાને પણ પોલીસે બંધ કરાવ્યો
ગ્રીનલેન્ડ ચોકડી પાસે થતા ખાનગી લોકમેળાને પણ પોલીસે નોટીસ આપી બંધ કરાવ્યો હતો. જે મામલે દશરથસિંહ વાળાએ તેઓ ગઈકાલે ત્યાં મેળાના આયોજનમાં હાજર હતા ત્યારે બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એસ.એમ.જાડેજા સહિતના પોલીસ જવાનો આવ્યા હતા અને એક નોટીસ આપી મેળો બંધ કરવા જણાવ્યું હતું. પરંતુ મેળો તો હજુ શરૂ પણ નથી થયો માત્ર તેમની કામગીરી ચાલુ હતી જે પોલીસ બંધ ન કરાવી શકે છતાં પણ પોલીસે કામગીરી પણ બંધ કરાવી હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું.
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.