બોટાદ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા પ્રમુખની આગેવાનીમાં બરવાળા થી રાજભવન ગાંધીનગર સુધી કેમિકલ કાંડમાં પીડિત પરિવારોને ન્યાય માટેની યાત્રા કાઢી, રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર પાઠવી યોગ્ય ન્યાય અને વળતરની માંગ કરશે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/q5vp7g7tchgtobfc/" left="-10"]

બોટાદ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા પ્રમુખની આગેવાનીમાં બરવાળા થી રાજભવન ગાંધીનગર સુધી કેમિકલ કાંડમાં પીડિત પરિવારોને ન્યાય માટેની યાત્રા કાઢી, રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર પાઠવી યોગ્ય ન્યાય અને વળતરની માંગ કરશે.


બરવાળા શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા એ પુષ્પહાર કરી બોટાદ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ કીર્તિભાઈ ચાવડા સહિતના જિલ્લાના હોદ્દેદારો અને દલિત સમાજના આગેવાનો દ્વારા બરવાળા રાણપુર અને ધંધુકા પંથકમાં સર્જાયેલા રાજ્યના ચકચારી કેમિકલ કાંડમાં મરણ જનારા મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર સાથે ઝડપી ન્યાય મળે અને દારૂ બંધીની કડક અમલવારી થાય તેમજ ખાલી પડેલ બોટાદ જિલ્લા પોલીસ વડા ના પદ પર સુજાતા મજમુદાર અથવા સુધા પાંડે જેવા અધિકારીઓની નિમણુંક થાય તેવી માંગને લઈ વરસતા વરસાદમાં યાત્રા શરૂ કરી છે, જે યાત્રા બરવાળા થી શરૂ કરી ધંધુકા બગોદરા, બાવળા, મોરૈયા થઈ અમદાવાદ થઈ ગાંધીનગર રાજભવન ખાતે પહોંચશે જ્યાં મહામહીમ રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરશે ત્યારે બરવાળા ખાતેથી વાહનો અને ડીજે ના કાફલા સાથે આ યાત્રા રવાના થઈ છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]