હિમતનગર ના તખતગઢમાં જિલ્લા કલેકટરના હસ્તે વૃક્ષારોપણ કરવામા આવ્યુ - At This Time

હિમતનગર ના તખતગઢમાં જિલ્લા કલેકટરના હસ્તે વૃક્ષારોપણ કરવામા આવ્યુ


હિમતનગર ના તખતગઢ ગામે, રાજ્ય સરકાર દ્વારા હરિત વસુંધરા યોજના સંદર્ભે વેસ્ટ બેન્ડ સરકારી પડતર જમીનમાં સાબરકાંઠા જિલ્લા કલેકટરના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. ૧૦ હેક્ટરમાં ગામની સરકારી પડતર જમીનમાં વન વિભાગ સાબરકાંઠા દ્વારા સામૂહિક વનીકરણ કરી તેમાં બાગાયત ફળફળાદી વૃક્ષો, આયુર્વેદિક વન તેમજ ગાઢ જંગલ બનાવી વન કવચ હરિત વસુંધરા યોજના સાકાર કરાઈ હતી. મહિનામાં અલગ અલગ પ્રકારનાં વધુ વૃક્ષોનું વાવેતર કરાશે. આ પ્રસંગે જિલ્લા વન અધિકારી શ્રેય પટેલ, ફોરેસ્ટર પ્રજ્ઞાબહેન ગોસ્વામી અન્ય અધિકારી ગણ, પૂર્વ સરપંચ નિષાંત આર.પટેલ, પૂર્વ ડે. સરપંચ અંકિત કે.પટેલ, ગામની વિવિધ સંસ્થાઓના વડાઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.