સ્વ.ડૉ.મૌમિતા ને ટેકસટાઇલ એસોસિએશન અમદાવાદ એન્ડ સુરતના ( તાસ) વેપારીઓ તરફથી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.
પશ્ચિમ બંગાળમાં ડૉ.મૌમિતા દેવનાથ પર દાનવ કૃત્ય બળાત્કાર અને ત્યારબાદ થયેલી હૃદય દ્રવિત હત્યાના સંદર્ભમાં ટેકસટાઇલ એસોસિએશન અમદાવાદ એન્ડ સુરત ( તાસ એસોસિએશન ) દ્વારા તા.૨૨ ઓગષ્ટ ૨૦૨૪ ના રોજ સાંજે ૭ : ૦૦ કલાકે ઇસ્કોન કોમર્શિયલ કોમ્પ્લેક્સ, વી.આઈ.પી માર્કેટ, સારંગપુર, અમદાવાદ ખાતે વેપારીઓ દ્વારા મીણબત્તી પ્રગટાવીને સદ્દગત મહિલા તબીબ ના આત્માને શાંતિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,
ટેકસટાઇલ એસોસિએશન અમદાવાદ એન્ડ સુરત ( તાસ એસોસિએશન ) દ્વારા અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં કાપડ બજારના વેપારીઓ અને દલાલો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા અને વેપારીઓ તરફથી ગુનેગારોને સત્વરે કડકમાં કડક સજા થાય એવી સરકાર સમક્ષ માંગ કરી હતી,
ટેકસટાઇલ એસોસિએશન અમદાવાદ એન્ડ સુરત ( તાસ એસોસિએશન ) ના ચેરમેન લોકેશભાઈ લાલવાણી અને વેપારી સંગઠન તરફથી મિડિયાના માધ્યમથી મહિલાઓ અને બેન દીકરીઓની સરક્ષા માટે ભારત સરકારે વધુ ગંભીરતા દાખવી વધારે કડક કાયદાની જોગવાઈ અને વ્યવસ્થાની માંગ કરી હતી.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.