પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના (PMKKY) ડિસ્ટ્રીક મિનરલ ફાઉન્ડેશન, સુરેન્દ્રનગરના સહયોગથી સિધ્ધીવિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ, દ્વારા રોજગારલક્ષી સીવણ તાલીમ વર્ગનું આયોજન* - At This Time

પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના (PMKKY) ડિસ્ટ્રીક મિનરલ ફાઉન્ડેશન, સુરેન્દ્રનગરના સહયોગથી સિધ્ધીવિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ, દ્વારા રોજગારલક્ષી સીવણ તાલીમ વર્ગનું આયોજન*


◼️ સુરેન્દ્રનગર: પ્રધાનમંત્રી ખાનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના એટલે આપણે બધા જાણીએ છીએ કે આપણા રાષ્ટ્રમાં ખનિજોનો સમૃદ્ધ સ્ત્રોત છે, અને તેના કારણે, કેન્દ્ર સરકારે આ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા માટે ઘણી પહેલો શરૂ કરી છે. આ સંદર્ભમાં, કેન્દ્ર સરકારે તાજેતરમાં જ પ્રધાનમંત્રી ખાનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના (PMKKKY) શરૂ કરી છે, જે એક એવો કાર્યક્રમ છે જે ખાણકામ ક્ષેત્ર અને ત્યાં રહેતા લોકોના વિકાસ અને ઉન્નતીકરણની પ્રક્રિયામાં મદદ કરશે. ભારત સરકાર પાસે PM ખાનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના નામનો એક કાર્યક્રમ છે, જેનો હેતુ ખાણકામ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓથી નકારાત્મક રીતે પ્રભાવિત સ્થળોએ અને વસ્તીમાં જીવનની ગુણવત્તા સુધારવાનો છે. આવા ઉમદા હેતુ અર્થે રાજ્યમાં બહેનો આર્થિક રીતે પગભર થાય તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે ત્યારે ડિસ્ટ્રીક મિનરલ ફાઉન્ડેશન, સુરેન્દ્રનગરના સહયોગથી સિધ્ધીવિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાની બહેનોને વિવિધ તાલીમ જેવી કે રોજગારલક્ષી સીવણ તાલીમ વર્ગ તથા સ્વામી વિવેકાનંદ સેવા ટ્રસ્ટ દ્વારા રોજગારલક્ષી બ્યુટી પાર્લર તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચોહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. થાનગઢ તાલુકાની ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રી અમલીકરણ અધિકારી તરીકે હતા. રોજગારલક્ષી પ્રવૃત્તિ અંતર્ગત આ વિસ્તારની બહેનોને રોજગાર મળે તે માટે આ વિસ્તારના આગેવાનો દ્વારા વિવિધ કાર્યો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ વેળા થાનગઢ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી લીનાબેન ડોડીયા, થાનગઢ શહેર ભાજપ પ્રમુખ શ્રી ચિરાગભાઈ શુકલ, થાનગઢ સ્ટેટસ સદસ્ય શ્રી ખોડાભાઈ મકવાણા, યુવા ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ મકવાણા, થાનગઢ કાર્યકર શ્રી હસમુખભાઈ હડીયાલની દીપકભાઈ કણઝરીયાઉપસ્થિતિ નોંધનીય હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ નાયબ નિયામક શ્રી કે. બી. કણજારીયાના માર્ગદર્શન હેઠળ લોકોએ આજ સ્કીમનો લાભ ઉપલ્બધ બન્યો હતો.

રિપોર્ટર જયેશભાઇ મોરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.