ગઢડાનાં ઉગામેડી ગામના હંસાબેન પ્રવિણભાઈ ધોપાળે પોતાના સપને સેવેલું ઘર થયું સાકાર - At This Time

ગઢડાનાં ઉગામેડી ગામના હંસાબેન પ્રવિણભાઈ ધોપાળે પોતાના સપને સેવેલું ઘર થયું સાકાર


ગઢડાનાં ઉગામેડી ગામના હંસાબેન પ્રવિણભાઈ ધોપાળે પોતાના સપને સેવેલું ઘર થયું સાકાર

ગામમાં રહેતા અન્ય કુટુંબોના પાકા ઘર જોઈને મારૂ પણ પાકા ઘરમાં રહેવાનું સ્વપ્ન હતું પ્રધાન મંત્રી આવાસ યોજના થકી તે સાકાર થયું

સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સમાજના આર્થિક રીતે નબળા વર્ગને ઘર બાંધવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.આ યોજનાથી અનેક પરિવારમાં ખુશીઓના મોજા ફરી વળ્યા છે જેમાથી એક પરીવાર છે.હંસાબેન ગઢડા તાલુકાનાં ઉગામેડી ગામના વતની છે.જેઓને પહેલા કાચું નળીયા વાળું મકાન હતું જે હવે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયથી સપનાનું મજબુત ઘર બની ગયું છે.નળીયા વાળા મકાનમાં ચોમાસા દરમિયાન ઘરમાં પાણી ઘુસી જતું હતું તેમજ દરેક ઋતુમાં ઋતુગત સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો,પરંતુ હવે સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાથી અમને ખુબજ લાભ થયો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.