હવેતારીખપેતારીખનોજમાનોગયોવિસાવદરવીજકંપનીના પાવરચોરીના દાવા માં માત્ર અઠયાવીસ દિવસ માં જ રકમ ભરવા આદેશ કરતી વિસાવદર કોર્ટ - At This Time

હવેતારીખપેતારીખનોજમાનોગયોવિસાવદરવીજકંપનીના પાવરચોરીના દાવા માં માત્ર અઠયાવીસ દિવસ માં જ રકમ ભરવા આદેશ કરતી વિસાવદર કોર્ટ


હવે તારીખપેતારીખનોજમાનોગયોવિસાવદરવીજકંપનીના પાવરચોરીના દાવા માં માત્ર અઠયાવીસ દિવસ માં જ રકમ ભરવા આદેશ કરતી વિસાવદર કોર્ટ.વિસાવદર સિવિલ કોર્ટમાં પી.જી.વી.સી. એલ.કંપની ના સબ ડિવિઝન નંબર (૧)ના કાર્યક્ષેત્રમાં આવતા જુદા જુદા ગામના લોકો દ્વારા પોતાના રહેણાંકી મકાને પી.જી.વી.સી.એલ. કંપનીની હળવા દબાણની લાઈનમાં આંકડા મારી પીળા કલરના સર્વિસ વાયરને જોડી પોતાના રહેણાંકી મકાનમાં વીજ વપરાશ કરતા હોય આ બાબતે ઘોડાસણ ગામના ભુપત ગોકળ ખીમાણિયાને ત્યાં વીજ ચેકીંગ કરાતા તેઓ પાવરચોરી કરતા પકડાઈ ગયેલા જેથી તેમની સામેપાવરચોરીનું બિલ મોકલવામાં આવેલ જે પાવરચોરીના વિજબીલની રકમ પ્રતિવાદી દ્વારા વિજકચેરીમાં ભરપાઇ ન કરતા કંપની વતી નાયબ ઈજનેર અમિતકુમાર નાથાભાઈ રાબડીયા દ્વારા વિસાવદર કોર્ટમાં પી.જી.વી.સી.એલ.ના પેનલ એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા તા.૧૦/૧૨/૨૪ના રોજ દાવો દાખલ કરેલ ત્યારબાદ પણ પ્રતિવાદીને રકમ ભરવા તથા સમાધાન માટેની તક આપવા છતાં પ્રતિવાદી કોર્ટમાં હાજર રહેલા નહિ. આ કામમાં ઘણા જ ટૂંકાગાળામાં એટલે કે અઠયાવીસ દિવસ જેટલા સમયમાં તેમની સામેનો દાવા ચાલી જતા વિસાવદર સિવિલ જજ એસ.એસ.ત્રિવેદી સાહેબ દ્વારા પ્રતિવાદીને દાવાવાળી રકમ તથા તેના ઉપરના ડી.પી.સી.ચાર્જ સહિત ની રકમ,વકીલ ફી તથા કોર્ટ ફી સહિતની રકમ ચૂકવવાનો માત્ર અઠયાવીશ દિવસમાં હુકમ કરતા હવે તારીખ પે તારીખનો જમાનો ગયો હોય તે રીતે પાવરચોરી કરી વિજબીલની રકમ વર્ષોસુધી નહિ ચૂકવતા લોકોમાં ફફડાટ મચી ગયેલ છે અને કોર્ટોમાં વર્ષોસુધી કેસ ચાલે તેવી માન્યતા ઉપર પડદો પડી ગયેલ છે.આ કામમાં પી.જી.વી.સી.એલ. કંપની તરફથી વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશી રોકાયેલ હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.