વિસાવદરના માંડાવડ ગામે નવી કલેકટર કચેરી પાસે નવી કોર્ટ બનાવવા જગ્યા ફાળવોટિમ ગબ્બર ની માંગ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/q3fouz7xtyash0gx/" left="-10"]

વિસાવદરના માંડાવડ ગામે નવી કલેકટર કચેરી પાસે નવી કોર્ટ બનાવવા જગ્યા ફાળવોટિમ ગબ્બર ની માંગ


વિસાવદરના માંડાવડ ગામે નવી કલેકટર કચેરી પાસે નવી કોર્ટ બનાવવા જગ્યા ફાળવો

વિસાવદર .ટીમગબ્બર ગુજરાતનાકાંતિ.એચ. ગજેરા એડવોકેટ તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી, કાયદા મંત્રીસચિવશ્રી,આર.એન્ડ બી ( સ્ટેટ) વિગેરે લેખીત રજુઆત કરી જણાવેલ છે કે,વિસાવદરમાં આશરે ૧૦૦ વર્ષ ઉપરાંતથી કોર્ટ આવેલ છે આ કોર્ટ બિલ્ડીંગ માટે પાર્કિંગની વ્યવસ્થા નથી અને બજેટમાં હયાત કોર્ટ બિલ્ડીંગ ઉપર વધારાનો એક માળ કરવા બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવેલ હોય આ માટેના પ્લાન એસ્ટીમેન્ટ પણ તૈયાર કરી આલેખન વિભાગમાં મોકલવામાં આવેલ હતા પરંતુ આલેખન વિભાગ તરફથી વિસાવદર કોર્ટ બિલ્ડીંગમાં પાર્કિંગની જગ્યા ન હોય તેથી પ્લાન નકશા આજ દિન સુધી મંજુર કરવામાં આવેલ નથી તેથી નવું બિલ્ડીંગ બનાવવા માટે આશરે ૧૦,૦૦૦ વાર જગ્યા માંડાવડ ગામે નવી બનેલ કલેકટર કચેરીના પશ્ચિમ બાજુએ સરકારી ખરાબાની જગ્યા છે ત્યાં ફાળવવામાં આવે તો પ્રજાને તથા પક્ષકારોને અનુકૂળતા રહે તેમ છે.તેથી આ જગ્યાએ તાત્કાલિક અસરથી પગલાં લઈ કોર્ટ બિલ્ડીંગ માટે ઉપરોક્ત જગ્યાએ દશ હજાર વાર જગ્યા ફાળવવા અમો ટિમ ગબ્બરની માંગ છે ટીમ ગબ્બરની ઉપરોક્ત રજુઆતની ગંભીરતા ધ્યાને લઈ આ રજુઆત લાગુ પડતા વિભાગમાં રજુ કરી કરાવી આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ લાવવા ટીમ ગબ્બરની માગણી સાથે રજુઆત છે ટીમ ગબ્બરની રજુઆત લાગુ પડતા વિભાગના અધિકારીઓને પહોંચાડી અમારી રજૂઆત અન્વયે યોગ્ય કાર્યવાહી કરી / કરાવી કરેલ કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટીમ ગબ્બરનાસરનામે મોકલી આપવા અરજ કરેલ હોવાનું ટીમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]