શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ-થાનગઢ ખાતે તાલુકા કક્ષાનો ‘કલા મહાકુંભ’ યોજાયો. - At This Time

શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ-થાનગઢ ખાતે તાલુકા કક્ષાનો ‘કલા મહાકુંભ’ યોજાયો.


આજ રોજ શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ખાતે તાલુકા કક્ષાનો ‘કલા મહાકુંભ’ યોજાયો હતો. જેમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે વકૃત્વ, નિબંધ, ચિત્ર, ભજન, લોકગીત, લગ્નગીત, એકપાત્રિય અભિનય, રાસ, ગરબા, લોકનૃત્ય વગેરે સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અલગ અલગ વય કક્ષાના સ્પર્ધકોએ ભાગ લઈને પોતાની કલાનો ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આ કલા મહાકુંભમાં તાલુકાની પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપરાંત ઓપન કેટેગરીના સ્પર્ધકોએ ભાગ લીધેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા કન્વીનર જે.પી. સોલંકી, પી.ટી ટીચર એચ.યુ.રાણા અને સમગ્ર મ્યુનિસિપલ હાઈસ્કૂલ શાળા પરિવાર જેહમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image