*ABRSM- સાબરકાંઠા ના તમામ સંવર્ગો દ્વારા સરકાર શ્રી દ્વારા જાહેર કરાયેલ OPS ને વધાવાયુ
*ABRSM- સાબરકાંઠા ના તમામ સંવર્ગો દ્વારા સરકાર શ્રી દ્વારા જાહેર કરાયેલ OPS ને વધાવાયુ...*
*અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના અથાગ પ્રયત્નો થી ગુજરાત સરકાર દ્વારા તારીખ ૦૧/૦૪/૨૦૦૫ પહેલા જોડાયેલ ૬૦ હજાર થી વધુ કર્મચારીઓને કેબિનેટ બેઠકમાં જૂની પેન્શન યોજનાની સૈધ્ધાંતિક સ્વીકૃતિ આપતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-સાબરકાઠા ખૂબ જ હર્ષ તેમજ આનંદની લાગણી અનુભવે છે. ગુજરાતના લાભાન્વિત તમામ કર્મચારીઓના પરિવાર માટે દિવાળી પૂર્વે જ દિવાળી જેવો માહોલ સર્જાયો છે. તો આ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની ધણા લાંબા સમયગાળાના સત્યાગ્રહ પછીની સફળતાની ઉજવણી કરવા આજરોજ ABRSM- સાબરકાંઠા ના તમામ સંવર્ગના પદાધિકારીઓ, લાભાન્વિતો તેમજ કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી એકબીજાને મોં મીઠું કરાવી, ફટાકડા ફોડી ગુજરાતની સંવેદનશીલ સરકારનો આભાર વ્યક્ત કરેલ હતો અને સાથે સાથે ૨૦૦૫ પછીના કર્મચારીઓને પણ ઓ.પી.એસ.માં સમાવવામાં આવે એવી સાબરકાંઠાના શિક્ષક કર્મચારીઓ વતીથી લાગણી વ્યક્ત કરવામાં આવી. આ તબક્કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહામંત્રીશ્રી મીતેષભાઈ ભટ્ટ, સાબરકાંઠા જિલ્લાના.ઉ.મા.અધ્યક્ષ અશ્વિન ભાઈ, માધ્યમિક અધ્યક્ષ જે.ડી.પટેલ, મંત્રી.એમ.સી.પટેલ, ઉ.મા. પ્રાંત ઉપાધ્યક્ષ અને જિલ્લા મંત્રીશ્રી પી.જે.મહેતા, પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ, પ્રાથમિક સંવર્ગ સાબરકાંઠા જિલ્લાના મંત્રીશ્રી નરેશભાઇ પટેલ, નરેન્દ્રસિંહ, ચંદુભાઈ, મનોજભાઈ, માધ્યમિક સંવર્ગ પ્રાંત સંગઠન મંત્રી મહેશભાઈ ભટ્ટ, પ્રકાશભાઈ, અમૃતભાઈ, અજયભાઈ તેમજ કાર્યકર્તાઓ અને લાભાન્વિત કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.