શું છે ઇતિહાસ ૧૫ જૂન નો? કેમ ખાસ છે ભારત માટે આ તારીખ? ભારતીયો માટે ખાસ દિવસ ૧૫ જૂન - At This Time

શું છે ઇતિહાસ ૧૫ જૂન નો? કેમ ખાસ છે ભારત માટે આ તારીખ? ભારતીયો માટે ખાસ દિવસ ૧૫ જૂન


૧૫ ઓગસ્ટની ઈતિહાસ તો સહુ કોઈ જાણે છે પણ આજે એટલે કે ૧૫ જુને શું થયું હતું ??
ભારત આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે ૭૫ વર્ષ પહેલા આ દિવસે થયું કઈક એવું કે ભારતના ભાગલા થઇ ગયા. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ન ભારતને ૨૦૦ વર્ષની ગુલામીમાંથી તો આઝાદી મળી પણ ભારતને તેના ભાગલાની પીડા હતી. તે માત્ર બે દેશોનું નહિ પણ પરિવાર,વ્યક્તિ,સંબંધો,લાગણીઓઉ પણ વિભાજન હતું. રાતોરાત લોકોનું જીવન અને ભાગ્ય બદલાઈ ગયું. એક રાતમાં ભાઈઓની જેમ રહેતા બે કોમોના લોકો દુશ્મન બની ગયા. આ બધું ઘણા સમયથી ચાલતું હતું પણ ૧૫ જુન ૧૯૪૭ના રોજ કોંગ્રેસે દિલ્હીમાં યોજાયેલ અધિવેશનમાં આ પ્રસ્તાવને માંન્જુરું આપી હતી. આ મંજુરી બાદ વિભાજનની પ્રક્રિયા શરુ થઇ અને ભારત એક દેશમાંથી બે દેશમાં પરિવર્તન પામ્યો. આ રીતે થયેલું ભારત પાકિસ્તાન એમ બે દેશનું વિભાજન અથવા નિર્માણ.
વિભાજનની આગ લાગેલી કઈ રીતે?
આઝાદીની લડાઈ દરમ્યાન ૧૯૦૫મા બંગાળના ભાગલા પડ્યા પછી હિંદુ-મુસ્લિમનો મુદ્દો જોર પકડવા લાગ્યો અને પરિણામે ૧૯૦૬મા મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી.૧૯૩૮મા ગાંધી અને ઝીણા વચે પાના એ મુદ્દે ચર્ચાઓ થઇ હતી. આ મુદ્દે આંદોલનો પણ થયા હતા.૧૯૪૦માં પ્રથમ વખત મોહમદ અલી ઝીણાએ અલગ મુસ્લિમ દેશની માંગણી કરી હતી.
ત્યારબાદ અનેક ચર્ચાઓ અને વિવાદો થવા લાગ્યા હતા. બંને કોમો વચ્ચે તણાવ પણ અવ્ધ્તો ગયો અને એક સમય એવો આવ્યો કે દેશભરમાં નાર-સંહાર શરુ થયો. ૧૯૪૬ ઓગસ્ટમાં આ તણાવ ખુબ વધ્યો અને ૫૦૦૦ લોકો તેમાં માર્યા ગયા. આ પછી તો અનેક રાજ્યોમાં લડાઈઓ શરુ થઇ ગયેલી પણ હજુ અલગ મુસ્લિમ દેશના પ્રસ્તાવને મંજુરી મળી ન હતી. આ પછી ૨૯ જાન્યુઆરીએ મુસ્લિમ લીગે બંધારણ સભાના વિભાજનની માંગ કરી. આ વખતે પંજાબમાં પણ સાંપ્રદાયિક હિંસાઓ શરુ થઇ ગયેલી. આખરે લાંબી ચર્ચા-વિચારણાઓ બાદ દેશને ધર્મના આધરે વિભાજન કરવાનો નિર્યણ લેવાયો. આ દુઃખદ ઈતિહાસ ૧૫ જુન ૧૯૪૭મા થયેલો અને ત્યારબાદ ઓગસ્ટ ૧૯૪૭મા બંને દેશ અલગ થઇ ગયા.
વિભાજનમાં થયેલ વિતરણ
આ વિભાજનમાં જમીન,વિસ્તાર,જન-ધન,ટેબલ,ખુરશીઓ,કોપી-બુક,ટાઇપ રાઈટર વગેરે જેવી વસ્તુઓની વહેચણી થઇ હતી.અરે પેન્સિલ,પેન,પાઘડી,લાકડી,વાંસળી અને રાઈફલ જેવી વસ્તુઓનું વિભાજન થયું હતું. નવાઈ લાગશે જાણીને પણ પુસ્તકોને પણ અડધા-અડધા ફાડી નાખવામાં આવેલા. આ બધાની સાથે સહુથી મહત્વની વસ્તુનું વિભાજન થઇ ગયું તે હતું લાગણી ,ચેન અને અમનનું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon