ઇડરના સુરપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સુરપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ હતી.જેમાં ઉપસ્થિત રાજુભાઈ પટેલ (મહામંત્રી ભાજપ સંગઠન ઇડર તાલુકા ), શિવરામભાઈ વણકર (ચેરમેન સામાજિક ન્યાય સમિતિ તા. ૫ ઇડર ,વર્ષાબેન શાહ (ઉપપ્રમુખ ભાજપ સંગઠન ઇડર તાલુકા ),કમલ પટેલ (પ્રમુખ ભાજપ યુવા મોરચા ઇડર તાલુકા ) દેસાઈ કૌશિકભાઈ (મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ગ્રામ વિકાસ શાખા )મશી આબીદ અલી ( સરપંચ સુરપુર ) ,તલાટીશ્રી, તમામના સભ્યોશ્રીઓ, સ્કૂલ ના આચાર્યશ્રી તથા મોટી સંખ્યા ગામજનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકાર આપી સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલા વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું.આ પ્રસંગે પોષણ યોજના, પીએમ કિસાન સ્વનિધી, પીએમ આવાસ યોજના આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભાર્થીઓ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.