ઘંટેશ્વરમાં બે આહિર પરિવાર વચ્ચે સશસ્ત્ર મારામારી:બે ઘવાયા - At This Time

ઘંટેશ્વરમાં બે આહિર પરિવાર વચ્ચે સશસ્ત્ર મારામારી:બે ઘવાયા


રાજકોટ,તા.3 : ઘંટેશ્વર ગામમાં રહેતા અને નિવૃત જીવન જીવતા રાવતભાઈ રાયધનભાઈ હુંબલ (ઉ.વ.62) ઉપર ગામમાં રહેતા તેના મોટાભાઈ સુખા અને ભત્રીજા વિક્રમે મળી ધોકા વતી હુમલો કરી, ડાબો પગ ભાંગી નાખ્યાની ગાંધીગ્રામ-2 પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.જેમાં રાવતભાઈએ જણાવ્યું છે કે તેના ઘરની બાજુમાં રહેતા નાનાભાઈ રમેશભાઈનું મકાન છે. જે મકાન બનાવવાનું કામ મોટાભાઈ સુખાભાઈના પુત્ર વિક્રમે રાખ્યું છે.તેના ઘરની બાજુમાં પરીવારનો સંયુકત પ્લોટ છે. જેમાં તે પોતાની ખેતીવાડીનો સામાન રાખે છે. આજે આ સામાન તેના ઘર પાસે પડ્યો હતો.

જેથી આ બાબતે પુત્રવધુ શિતલબેનને પુછતા જણાવ્યું કે, મોટાબાપુ સુખાભાઈએ સામાન અહીં મુકાવ્યો છે.વધુમાં જણાવ્યું કે ખુલ્લા પ્લોટમાં જે મંદિર છે તેના દરવાજા બંધ કરે છે.પ્લોટની પાછળની બાજુ દરવાજો મુકે છે. જેથી અહી વાડીનો સામાન મુકી ગયા છે. થોડીવાર બાદ સુખાભાઈ અને ભત્રીજો વિક્રમ તેના ઘર પાસે ધસી આવ્યા હતા અને તેને બેફામ ગાળો ભાંડી ગડદાપાટ્ટુનો માર માર્યો હતો.આ દરમિયાન સુખાભાઈએ બાજુમાંથી ધોકો ઉપાડી આડેધડ ઘા ઝીંકયા હતા.જેને કારણે બુમાબુમ કરતા પરીવારના સભ્યો તેમને બચાવવા વચ્ચે પડયા હતા.

ઈજા થતા સિવિલમાં સારવાર લીધી હતી.સીટી સ્કેન કરાવતા ડાબા પગે ફ્રેકચર થયાનું ખુલ્યું હતું. જ્યારે સામાંપક્ષે શિવધામ સોસાયટીમાં રહેતા સુખા રાયધનભાઈ હૂંબલ (આહીર) (ઉ.વ.63)એ ફરિયાદમાં ભાઈ રાવતભાઈ હૂંબલ, મંજુબેન અને શીતલબેનનું નામ આપતા તેઓ સામે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.સુખાભાઈએ જણાવ્યું હતું કે, આરોપીઓએ સુખાભાઈના ઘરની બાજુમાં જગ્યામાં સામાન મુક્યો હતો જેનો ખાર રાખી આરોપીઓએ લાકડી વડે હુમલો કરી ઢીકા પાટુનો મારમાર્યો હતો અને અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા હેડકોન્સ્ટેબલ બી.આઈ. ગોહિલ સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon