કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે…
કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે…
મિલેટ્સ અવેરનેસના થીમ ઉપર પોસ્ટર મેકિંગ કોમ્પિટિશનનું અનોખું આયોજન
કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ૨૦૨૩ નિમિત્તે મિલેટ્સ અવેરનેસના થીમ પર પોસ્ટર મેકિંગ કોમ્પિટિશનનું અનોખું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં કૃષિ મહાવિદ્યાલય સ્નાતક, અનુસ્નાતક તેમજ પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમનું આયોજન ડો. કે. એન. ચૌધરી, ડો. જે.આર. પંડ્યા, ડો. વાઘુંડે તેમજ ડો. હિરેમથ દ્વારા કરવામાં આવેલ હતું. સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થી વિજેતાઓને આગામી તારીખ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ હલકા ધાન્ય પાકો જાગૃતિ કાર્યક્રમ અન્વયે અધ્યકક્ષસ્થાને ઉપસ્થિત રહેનાર નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ, ડો. ઝેડ.પી. પટેલના વરદ હસ્તે પ્રોત્સાહન પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. આ કોમ્પિટિશનને સફળ કરવા માટે કોલેજના આચાર્યશ્રી ડો. ડી ડી પટેલ તેમજ સર્વે પ્રાધ્યાપકશ્રીઓએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.