મમ્મી-પપ્પા હવે હું સ્વતંત્ર રહેવા માંગુ છું ચિઠ્ઠી લખી અધિકારી દંપતી સાથે દીકરીની જેમ રહેતી સગીરા લાપતા
રાજકોટ,તા.20
એરપોર્ટ રોડ પર આર.કે.પાર્ક સોસાયટીમાં રહેતા એક મહિલા સરકારી અધિકારીના ઘરે એક દીકરી તરીકે રહેતી 16 વર્ષની સગીરાનું કોઈ અપહરણ કરી લઈ જતા આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. મહિલા સરકારી અધિકારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,અમે સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને અવાર નવાર પુસ્તકો વિગેરેની મદદ કરતા હોવાથી આજુ બાજુમાં રહેતા બાળકો જે જરૂરીયાત મંદ છે
તે અમારા ઘરે આવતા જતા હતા.જેમા બાવળીયા પરા ઝુપડપટ્ટી એરપોર્ટ ફાટક પાસે રહેતી 16 વર્ષની તરૂણી મારા ઘરે બે ત્રણ વખત પુસ્તકોની મદદ માટે આવેલ હતી.જેથી હું તેના પરીચયમાં આવેલ હતી.ગઇ તા.21/09/2021 ના રોજ રાત્રીના નવ થી દશ વાગ્યાના અરસામાં તેના ઘરેથી ભાગીને મારા ઘરે આવેલ અને મને જણાવેલ કે મારા પીતાશ્રીનું અવસાન થયેલ છે અને મારા માતાશ્રીએ બીજા લગ્ન કરી લીધેલ છે અને હું હાલ મારા કાકા સાથે રહું છું અને તે લોકો મને હેરાન પરેશાન કરે છે.
તે લોકો મારી નાની ઉમરમાં લગ્ન કરાવવા માંગતા હોય જેથી તો મને તમારી સાથે રાખો મારે અભ્યાસ કરવો હોય જેથી તમે મને મદદ કરો.જેથી મે આ દિકરીને અમારા ઘરે બે ચાર દિવસ રાખેલ અને ત્યાર બાદ અમો મહીલા પોલીસે જઇ મુકી આવ્યા હતા.ત્યાર બાદ બીજા દિવસે મને પ્ર.નગર પોલીસમાંથી ફોન આવેલ અને અમોને ત્યા બોલાવ્યા હતા.ત્યા આ દીકરીના પરીવારજનો હાજર હતા.જેમા તેના કાકા પણ હતા.તેઓની હાજરીમાં તેણીએ સાથે જવાની ના પાડેલ અને અમારી સાથે આવવાની જીદ કરેલ હતી અને તેઓના પરીવારજનોમાં તેના કાકાએ લખાણ કરી તેના પરીવારજનોએ તેમા સહી કરેલ હતી
અને દીકરીને અમારી સાથે મોકલી આપેલ હતી. આ દીકરી એકાદ વર્ષથી અમારી સાથે અમારા ઘરે રહેતી હતી અને આ દિકરીનું અમારી સગી દિકરીની જેમ લાલન પાલન કરતા હતા અને અમોએ આ કાજલને ધોરણ.9 અને 10 માં એક્ષટર્નલ અભ્યાસ કરાવેલ અને હાલ ધોરણ.10 માં એક્ષટર્નલ અભ્યાસ કરે છે.તા.19/07ના સવારના સાડા દશેક વાગ્યાના અરસામાં અમો પતી પત્ની અમારી નોકરી પર ગયેલ હતા
અને આ દીકરી એકલી ઘરે હતી. અને હું બપોરના બે વાગ્યાના અરસામાં હું મારા ઘરે આવેલ હતી.અમો ઘરે આવતા આ દીકરી ઘરે હાજર ન હોય જેથી મેં આજુબાજુમાં તપાસ કરતા તેણી જોવામા આવેલ નહી.જેથી મેં મારા ઘરના કેમેરા ચેક કરતા તેણી કેમેરામાં પોતાની સાથે ત્રણ બેગ તથા પર્સ સાથે બહાર જતી જોવામાં આવી હોય તે આ દીકરી એક ચીઠ્ઠી લખી અમારા ઘરે રાખી ગયેલ હતી.તેમાં લખ્યું હતું આઈ લવ મમ્મી પાપ હવે હું સ્વતંત્ર રહેવા માંગુ છું.આ અંગે હાલ ગાંધીગ્રામ પોલીસે અપહરણ અંગે ફરિયાદ નોંધી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.