જસદણ ખાતે હુડકો અને પરાને જોડતા રૂ.૨૩૦ લાખના ખર્ચે બનનાર પુલનું ખાતમુહૂર્ત કર્યું. નાગરિકોની સુખાકારી વધારવી એ જ રાજ્ય સરકારનો વિકાસમંત્ર : મંત્રી કુંવરજીભાઈ બાવળીયા - At This Time

જસદણ ખાતે હુડકો અને પરાને જોડતા રૂ.૨૩૦ લાખના ખર્ચે બનનાર પુલનું ખાતમુહૂર્ત કર્યું. નાગરિકોની સુખાકારી વધારવી એ જ રાજ્ય સરકારનો વિકાસમંત્ર : મંત્રી કુંવરજીભાઈ બાવળીયા


(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ ખાતે રૂપિયા ૨૩૦ લાખના ખર્ચે બનનારા પુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. જસદણના પોલારપર મેઈન રોડ હૂડકો વિસ્તારમા રૂ.૨૩૦ લાખના ખર્ચે પુલનું નિર્માણ થશે. આ પુલ બનવાથી સામા કાંઠા તેમજ આસપાસના ગામોમાં આવવા જવા માટે લોકોને સરળતા રહેશે. તેમ જણાવી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, "નાગરિકોની સુખાકારી વધારવી એ જ રાજ્ય સરકારનો વિકાસમંત્ર છે". જસદણ-વિંછીયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, આવનારા દિવસોમા રમતગમતનું મેદાન, કોલેજ, ભૂગર્ભ ગટર, પાકા રસ્તા, ચેકડેમ સહિતના કામો હાથ ધરાશે તેમ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ ઉમેર્યુ હતું. આ તકે માર્ગ અને મકાનના કાર્યપાલક ઇજનેર પટેલે ૨૩૦ લાખના ખર્ચે બનનારા પુલની ટેકનિકલ બાબતો સહિતની માહિતી આપી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખે પુલ બનવાથી શહેરની શોભા વધવાની સાથે વિકાસને વેગ મળશે તેમ કહ્યું હતું. ઉપરાંત સ્થાનિક કાળુભાઈ રાઠોડ એ લોકોને સામા કાંઠે આવવા-જવામાં સરળતા રહેશે તેમ કહ્યુ હતુ. અગ્રણીઓ સોનલબેન વસાણી, ભાવનાબેન બાવળીયા તેમજ અનિલભાઈ મકાણી, અશોકભાઈ ધાધલ, નિમેષભાઈ શુકલ, દુર્ગેશભાઈ એ શહેરીજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરવાની સાથે સરકાર દ્વારા આ વિસ્તારમાં હાથ ધરાતા વિકાસના કામો બદલ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે અગ્રણીઓ ભરતભાઈ, ગટુરભાઈ, મનિષાબેન તેમજ મામલતદાર સહિત અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજ સંગઠક શાખાના હર્ષદભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.