તા.૧૯/૦૬/૨૦૨૨ ના રોજ પોલીસ હેડ કવાટર્સ અમરેલ ખાતે ‘‘મોકડ્રીલ’’ નું આયોજન કરવામાં આવ્યુ.
શ્રી હિમકરસિંહ, પોલીસ અધિક્ષકશ્રી તથા શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષકશ્રી ની સૂચના અને માર્ગદર્શન મુજબ તથા શ્રી એસ.એચ.ખમલ રિઝર્વ પોલીસ ઇન્સપેકટર નાઓએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતુ.
આ મોકડ્રીલ ના આયોજન અંગેનો હેતુ વર્તમાન પરિસ્થિતીમાં બનતા હિંસક બનાવો, કોમીનલ બનાવો તથા આકસ્મિક સંજોગોમાં પોલીસ દ્રારા મોબ (ટોળા)ને કઈ રીતે કાબુમાં લેવાનો હતો. આ મોકડ્રીલમાં જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના તમામ થાણા અધિકારો, બ્રાંચ તથા શાખાના ઇન્ચાશ્રીઓ હાજર રહેલ હતા.
આ મોકડ્રીલમાં ૨૦૦ થી વધુ લોકોના ટોળાને કાબુમાં લેવા લાઠીપાર્ટી, ગેસપાર્ટી, વોટરકેનન, વ્રજવાહન, તથા અન્ય ટીમો બનાવવામાં આવેલ હતી. આ મોકડ્રીલ દરમ્યાન પોલીસ દ્રારા લાઠી ચાર્જ, વોટર, ગેસ છોડી ટોળાને વેર-વિખેર કરવાની કવાયત હાથ ધરી અને સફળતા પુર્વક મોકડ્રીલ કરવામાં આવેલ.
આ મોકડ્રીલના અંતે પોલીસ અધિક્ષકશ્રી દ્રારા લાઠીપાર્ટી, ગેસપાર્ટી, તથા મોબડ્રીલમાં જોડાયેલ ટીમોને માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવેલ હતાં. આ મોકડ્રીલમાં જિલ્લામાંથી ૩૦૦થી વધારે પોલીસએ ભાગ લીધો હતો જેમનો પોલીસ અધિક્ષકશ્રીએ અભિનંદન પાઠવી ઉત્સાહ વધારયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.