પોરબંદરના કુંભારવાડામાં ધર્મેશ પરમાર દ્વારા ભાજપ વોર્ડ કાર્યાલયનો ધારાસભ્ય ના હસ્તે થયો શુભારંભ
કાર્યાલયના શુભરંભમાં જ ૩૦૦ થી વધુ લોકોના KYC અપડેટ કરી કામગીરીનો થયો પ્રારંભ
ગોસા(ઘેડ)તા.૧૪/૧૨/૨૦૨૪
પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં લોકોને મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે લોક સેવાના કાર્યોમાં હમેંશા અગ્રેસર રહેતા ભારતીય જનતા પાર્ટીના યુવા આગેવાન ધર્મેશભાઈ પરમાર દ્વારા વોર્ડ કાર્યાલય શરૂ કરવામાં આવેલ છે, જેનો આજે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર છાંયા નગર પાલિકાના પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી સહિતના આગેવાનો અને સ્થાનિક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર છાંયા નગર પાલિકા ના પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી સહિતના આગેવાનોએ શ્રી ધર્મેશભાઈ પરમારની આ પહેલને બિરદાવી હતી.
આજે ઉદ્દઘાટન થતાની સાથે જ આ વોર્ડ કાર્યાલય ખાતે રાસનકાર્ડ KYC અપડેટ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પ્રથમ દિવસે અંદાજે ૩૦૦ થી વધુ લોકોએ કાર્યલાયની સેવાઓનો લાભ લીધો હતો. તેમજ આગામી દિવસોમાં પણ વોર્ડ કાર્યાલય ખાતે આ સેવાઓ લોકોને નિયમીત મળતી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.તેમજ આગામી દિવસોમા પણ આ કાર્યલય ઉપર લોકોની જરૂરિયાત મુજબ વધુ કામગીરીની પણ શરૂઆત કરવામાં આવશે.
પોરબંદર છાયા નગરપાલિકા પ્રમુખ ડો ચેતનાબેન તિવારી, રામદેભાઈ મોઢવાડીયા,પૂર્વ પ્રમુખ સરજુભાઈ કારીયા,યુવા મોરચા જિલ્લા પ્રમુખ લક્કી રાજસી વાળા,દિલીપભાઈ ઓડેદરા, સામતભાઈ ઓડેદરા વિજયભાઈ થાનકી ચેમ્બર પ્રમુખ જીગ્નેશભાઈ કારીયા દેવશીભાઈ પરમાર,અતુલભાઈ કારીયા, માલદેભાઈ ઓડેદરા ભાનુંભાઈ ઓડેદરા,કપિલભાઈ કોટેચા,હિતેશભાઈ કારીયા, ભીખુભાઈ દ્ધાકેચ, દિલાવરભાઈ જોખિયા, સંજયભાઈ કારીયા, નિલેશભાઈ ખૂટી, કેશુંભાઈ ઓડેદરા,લીલાંભાઈ કૂછડીયા, રમેશભાઈ લુદરિયા,રાજ પોપટ, મનીષભાઈ ભૂતિયા, સંજયભાઈ પરમાર,ચિરાગ ડાભી પ્રભા શંકરભાઈ થાનકી, અમૃતભાઈ રાઠોડ,અનિલભાઈ વાજા,નાથાભાઈ મોરી, દાસાભાઈ સમડા,ચનાભાઈ મોરી સહિતના મોટી સંખ્યામાં વિસ્તારના સ્થાનિક આગેવાનો અને જ્ઞાતિ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર :-વિરમભાઈ કે.આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.