પ્રવાસન ધામ પોળો ખાતે પર્યટન પર્વની ઉજવણી કરાઇ
*પ્રવાસન ધામ પોળો ખાતે પર્યટન પર્વની ઉજવણી કરાઇ*
**************
*વિજયનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને પર્યટન પર્વ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો*
****************
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલની ઉપસ્થિતિમાં પર્યટન પર્વ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ શારણેશ્વર મહાદેવ મંદિર, આભાપુર, વિજયનગર ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે વિજયનગરનું પોળોએ પ્રવાસન માટેનું સ્થાન બની ગયું છે. અહીંનું શારણેશ્વર મંદિર પુરાતન સંસ્કૃતિનો અનુભવ કરાવે છે. વૈદિક સંસ્કૃતિને સાચવાવાની જવાબદારી આપના સૌની છે. આપની સંસ્કૃતિને જાળવવા, ઉજાગર કરી આગળ લાવવા માટે આવા સાંકૃતિક કાર્યક્રમ ખુબ મહત્વનો ભાગ ભજવે છે. ચોમાસાની ઋતુમાં દેશભરમાંથી પોળો જંગલના જૈન દેરાસરો અને લીલીછમ વનરાજીને જોવા અને માણવા સૌ કોઈ આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા પોળોની જેમ વધુને વધુ પ્રવાસન વસે અને રોજગારી વધે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગત વખતે પોળોની ટેન્ટસીટીમાં કાર્યક્રમ વખતે પોળોની વન પેદાશો રાજ્ય સ્તર સુધી પહોંચે તે માટે એમોયુ કરવામાં આવ્યા હતા. જેમાં આ વિસ્તારની મહત્વની વન પેદાશ એવા કેસુડાના ફુલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પોળો પ્રવાસન તરીકે વિક્સવાથી અહીંના લોકોને કેસુડો, ટીમરું અને મકાઈના ડોડામાંથી રોજગારી મળી રહી છે.
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળ કલાકારો દ્વારા ગરબો, શિવતાંડવઃ જેવા પ્રોગામો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ઉપરાંત લોક ગાયિકાં અને કલા વૃંદ કાજલ મહેરિયા અને નીતિન બારોટ દ્વારા ગરબાની રમઝટ બોલાવામાં આવી હતી. જેની કલા રસિકો દ્વારા ભરપૂર મોજ માણી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી દિપકભાઈ નિનામા,જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી લીનાબેન પટેલ,તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી બબુબેન રબારી, , વિજયનગર મામલતદારશ્રી, ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીશ્રી શાહા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતિ આશાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકરીશ્રી તથા મોટી સંખ્યામાં કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા.
***************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.