ઉપલેટા રેલવે સ્ટેશન પર મુસાફરો કરી રહ્યા છે જીવના જોખમે રેલવે મુસાફરી: લાંબા અંતરની ટ્રેન પ્લેટફોર્મ બહાર નીકળી જવાથી પેસેન્જરનો જીવ તાળવે - At This Time

ઉપલેટા રેલવે સ્ટેશન પર મુસાફરો કરી રહ્યા છે જીવના જોખમે રેલવે મુસાફરી: લાંબા અંતરની ટ્રેન પ્લેટફોર્મ બહાર નીકળી જવાથી પેસેન્જરનો જીવ તાળવે


સમસ્યા અંગે લેખિત ફરિયાદ છતાં પરિણામ શૂન્ય: ધારાસભ્ય અને સંસદને કરાશે લેખિત રજુઆત અને માંગ

(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૨૩ નવેમ્બર ૨૦૨૨, ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આવતા મુસાફરો છેલ્લા ઘણા સમયથી મોતના ભયે તેમજ અકસ્માતનું જોખમ લઈને મુસાફરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં ઉપલેટા રેલવે પ્લેટફોર્મ પરથી જ્યારે લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરવા માટે જાય છે અથવા મુસાફરી કરીને પરત આવે છે ત્યારે પ્લેટફોર્મ બહાર ઊભેલા કોચમાં ચડવા અને ઉતરવા માટે આવેલ મુસાફરો અને તેમણે મૂકવા આવેલ સદસ્યો જીવનું અને અકસ્માતનું જોખમ ઉઠાવી રહ્યા છે ત્યારે તેમણે પડતી તકલીફ અને સમસ્યા અંગે અગાઉ લેખિત ફરિયાદ તેમજ મોખીક ફરિયાદ અને રાજુવાત રેલવે તંત્રને કરવામાં આવી છે ત્યારે આ સમસ્યાનું હજુ કોઈ નિરાકરણ નહીં આવતા તાજેતરમાં જ એક પેસેન્જર મોતના મુખમાં જતાં રહો ગયેલ હોવાનું સામે આવ્યું છે. 

ઉપલેટામાં રોજના ઘણા લોકો પોતાના રોજિંદા કામો જેમ કે નોકરી, ધંધા, મજૂરો સહિતની કામગીરી અને પોતાનું ગુજરાન ચલાવવા માટે રેલવે સેવાનો ઉપયોગ કરે છે ત્યારે આ વિસ્તારમાં હાલ કોઈ લોકલ ટ્રેન જ નથી ચાલતી તે પણ ખૂબ દુખની અને નિરાશાજનક બાબત છે ત્યારે સ્થાનિક ચુંટાયેલ નેતાઓ જાણે પ્રજાના પરિવહન કે જે સરખર ખુદ ચલાવે છે તે વધારવા રસ નથી ધરાવતી તેવું પણ લોકોએ જણાવ્યું છે ત્યારે ઉપલેટમાં લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરો હાલ પોતાના જીવનો જોખમ ઉઠાવે છે જેમાં લાંબા અંતરની ટ્રેન પોરબંદર-સંત્રાગાચિ ટ્રેન જ્યારે ઉપલેટા આવે છે ત્યારે આ ટ્રેન જતી વખતે પ્લેટફોર્મ પરથી ઘણી આગળ નીકળે છે જેને લઈને જનરલ કોચના પેસેન્જર તેમજ રિજરવેશન કોચના પેસેન્જર પુલ પરથી અને રેલવે ટ્રેક પરથી પોતાના જીવને જોખમમાં મૂકીને જાય છે તે બાબત સૌ કોઈ જાણે પણ છે અને જોવે પણ છે.

આ સમસ્યાનું એટલે કે લાંબા અંતરની ટ્રેનના મુસાફરની સમસ્યા અંગે જાણવા મળ્યું છે કે ઉપલેટા રેલવે પ્લેટફોર્મ હાલ ૪૫૧ મિત્ર એટલે કે ૧૮ જેટલા કોચની ક્ષમતા વાળું છે જ્યારે લાંબા અંતરની ટ્રેન આવી આવે છે તેમ લગભગ ૨૧ થી ૨૩ કોચ હોય છે જેને લઈને રિજરવેશન કરેલ પેસેન્જર પણ બાળકો, વૃધ્ધો સહિત પોતાના જીવને મજબૂરીવષ જોખમમાં મૂકે છે અને ફરિયાદો પણ કરે છે ત્યારે આ વિસ્તારના પ્રજાના ચુંટાયેલ પ્રતિનિધિઓ પણ આ સમસ્યાથી વાકેફ છે છતાં જાણે ખાનગી વાહન સાથે સાંઠગાંઠ હોય તેને લઈને સમસ્યાનું નિરાકરણ નથી લાવતા તેવું મુસાફરોએ જણાવ્યું છે અને સાથે એવું પણ જણાવ્યું છે કે કદાચ આ વિસ્તારના પ્રજાના ચુંટાયેલ પ્રતિનિધિનું ઉપર લેવલ પર કોઈ પ્રભુત્વ કે પકડ ના હોય તેને લઈને આ વિસ્તાની રેલવેની સમસ્યા નિરાકરણ લાવવા સંપૂર્ણ નિસફ્ળ નિવડેલ છેઃ તેવું મુસાફરો જણાવે છે.

આ સમસ્યા તેમજ મુસાફરો અને લોકોની રેલવે પ્રત્યેની માંગ અંગે લોકો જવાવે છે કે હાલ અહિયાં લોકલ ટ્રેન શરૂ કરવાની ખાસ જરૂર છે જે બાબતે સૌ કોઈ માંગણી કરી રહ્યા છે ઉપરાંત લાંબા અંતરની ટ્રેનમાં પડતી સમસ્યા અને જીવના જોખમે ચડવું અને ઊતરવું પણ મોતને ભાળવા સમાન છે કારણ કે આ લાંબા અંતરની ટ્રેન છેલ્લા ઘણા સમયથી પોતાના સમયથી મોડી ચાલે છે જેને લઈને આ ટ્રેન ક્યારેક વહેલી સવારે અથવાતો રાત્રની મોડી આવે છે ત્યારે રાત્રિ દરમિયાન અહિયાં ઉતરણ પેસેન્જરોમાં ગત દિવસે એજ વૃધ્ધ વ્યકિત અંધારામાં ટ્રેન માંથી ઉતરીને સીધો નીચે પુલ પરથી પડી જઈને મોતને ભેટત પરંતુ સ્થાનિક રેલવે કર્મચારીની સતર્કતા અને સુજબૂજથી કોઈના પરિવારનો વૃદ્ધ બચી ગયો હતો ત્યારે રેલવે વિભાગના કર્મચારીઓ પણ ઘણી વખત આ મોડી ટ્રેનના કારણે અંધારામાં પોતાની જીવન જખમે ફરજ બજાવે છે ત્યારે સ્થાનિક પ્રજાના ચુંટાયેલ નેતાઓ અને જવાબદાર રાજનેતાઓ જેમ કે ધારાસભ્ય અને સંસદને લેખિત રાજુવાત અને ફરિયાદ કરશે જેથી આવનાર દિવસોમાં કામની દાનત અને જવાબદારી કેટલી નિભાવાઈ છે તે આવનાર દિવસોમાં ખ્યાલ આવશે. 

ઉપલેટા રેલવે સ્ટેશમાં અને ખાસ કરીને લાંબા અંતરની ટ્રેનમાં સફર કરનાર મુસાફરોની સમસ્યા અને તેમની માંગણી સંતોષવા કોઈ દમદાર રાજનેતા કે આગેવાન ના હોય તેવું મુસાફરો અને આગેવાનોએ જણાવ્યું છે અને સાથે એવું પણ જણાવ્યું છે કે આ વિસ્તારના રાજનેતાઓ અને સતાધારી લોકોને ખાનગી વાહનો સાથે સાંઠગાંઠ હોવાથી રેલવે અને ખાસ કરીને નાના માણસો અને લાંબા અંતરનું સફર કરતાં લોકો માટે સેવા પૂરી પાડનાર રેલવે વ્યવસ્થામાં કોઈ પોતાની નૈતિક જવાબદારી નથી નિભાવતું તેવું પણ મુસાફરોએ જણાવ્યું હતું ત્યારે જો ખરેખર આ વિસ્તારના રાજનેતાને ખાનગી વાહનો સાથે સાંઠગાંઠ હસે તો રેલવે મુસાફરોની સમસ્યા હાલ કરવા કોઈ રાજનેતાઓ કે જવાબદાર ચુંટાયેલ પ્રજાના પ્રતિનિધિ સમાધાન નહીં જ લાવે કે લાવવા માટે રસ પણ નહીં દાખવે તેવું પણ મુસાફરો અને આગેવાનોએ જણાવ્યું છે ત્યારે ખરેખર આ વિસ્તારમાં ચુંટાયેલ નેતાઓ સાંઠગાંઠ ધરાવી અને સમસ્યા અને માંગ સંતોષતા નાથ કે પછી તેમની કોઈ ઉપર લેવલે ચાલતી નથી તેવી પણ બાબત બની શકે છે.

તસવીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.