અરવલ્લી જિલ્લા રોજગાર કચેરી,મોડાસા તથા સર.પી.ટી સાયન્સ કોલેજ,મોડાસાનાં સહયોગથી એમ.એલ.ગાંધી કોલેજ કેમ્પસ મોડાસા ખાતે અગ્નિપથ યોજના અંતર્ગત “અગ્નીવીર વાયુ માર્ગદર્શન સેમિનાર”યોજાયો - At This Time

અરવલ્લી જિલ્લા રોજગાર કચેરી,મોડાસા તથા સર.પી.ટી સાયન્સ કોલેજ,મોડાસાનાં સહયોગથી એમ.એલ.ગાંધી કોલેજ કેમ્પસ મોડાસા ખાતે અગ્નિપથ યોજના અંતર્ગત “અગ્નીવીર વાયુ માર્ગદર્શન સેમિનાર”યોજાયો


જિલ્લા રોજગાર કચેરી,મોડાસા અને સર.પી.ટી સાયન્સ,કોલેજ મોડાસાના સહયોગથી યુવા વિદ્યાર્થીઓને આર્મી ધ્વારા જાહેર કરાયેલી અગ્નિપથવાયુ યોજના વિષે માર્ગદર્શન આપવા સેમીનાર રાખવામાં આવ્યો હતો.જેમાં જિલ્લા રોજગાર કચેરીનાં કેરિયર કાઉન્સેલર શ્રી ધારાબેન પંડ્યા,સર.પી.ટી. સાયન્સ કોલેજના આચાર્યશ્રી ડૉ.કે.પી.પટેલસાહેબ, કોમર્સ કોલેજના આચાર્યશ્રી ડૉ.સુધીરભાઈ જોષીસાહેબ,તજજ્ઞશ્રી પ્રો.જી.એલ.વેકરિયાસાહેબ,ડૉ.ડી.આર.ફૂદાનીસાહેબ શ્રી કમલેશભાઈ શાહસાહેબ,એલ.એલ.બી કોલેજમાંથી આવેલ ડૉ. સુમેયાબેન જોષી,ડૉ.અલ્પાબેન ભટ્ટી ધ્વારા વિદ્યાર્થીઓને ભારતીય વાયુ સેના, અગ્નિપથ યોજના ઉપરાંત વિદ્યાર્થીઓને મુંજવતાપ્રશ્નોનું સમાધાન, માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર અગ્નીવીર વાયુ યોજના વિષે માર્ગદર્શન મેળવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.