ગુજરાત રાજ્ય ના અમરેલી જિલ્લા ના રાજુલા 108 એમ્બ્યુલન્સ સેવાની ટીમ ને ઇ.એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા નેશનલ એવોર્ડ એનાયત થયો.*
*નેશનલ એવોર્ડ*
*ગુજરાત રાજ્ય ના અમરેલી જિલ્લા ના રાજુલા 108 એમ્બ્યુલન્સ સેવાની ટીમ ને ઇ.એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા નેશનલ એવોર્ડ એનાયત થયો.*
*રાજુલાની 108 એમ્બ્યુલન્સ ની ટીમ દ્વારા બાળક ને CPR એટલે કે છાતી પર દબાણ આપી અને કૃત્રિમ શ્વાસ આપી બાળક નો જીવ બચાવવા બદલ અને માતા નો જીવ બચાવવાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રથમ રાજ્ય કક્ષાએ અને ત્યાર બાદ રાષ્ટ્રિય કક્ષા એ સર્વ શ્રેષ્ઠ કેસ તરીકે નો એવોર્ડ ઇ.એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા એનાયત કરાયો.*
*અમરેલી જિલ્લા દરિયાકાંઠા ના અંતરિયાળ ગામ એટલે કે ચાંચ બંદર ગામની માતાએ બાળક ને ઘરેજ જન્મ આપ્યો હતો પરંતુ બાળક ના ધબકારા અયોગ્ય હતા અને રડતું પણ ના હતું.*
ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની 108 ની ટીમ ને રાષ્ટ્રીય કક્ષા એ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
કેસ ની વિગત જોઈએ તો રાજુલાની 108 એમ્બ્યુલન્સ ને ગત 20 ઓગસ્ટ ની રાત્રે 09:19 કલાકે અમરેલી ના દરિયાકાંઠે આવેલ અંતરિયાળ ગામ એટલે કે ચાંચ બંદર ગામનો કેસ મળ્યો હતો કેસ મળતાની સાથે જ રાજુલા 108 ની ટીમ તુરંત સ્થળ પર જવા રવાના થઈ સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે એક સગર્ભા માતા ને પ્રસુતિ ની અસહ્ય પીડા હતી અને તે માતા એ પોતાના જ ઘરે એક નવજાત શિશુને હમણાં જ જન્મ આપ્યો હતો પરંતુ જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે બાળક સામાન્ય રીતે રડતું હોય છે પરંતુ આ બાળક રડતું ન હતું તેમજ તેના જે હદય ના ધબકારા હતા એ પણ ખૂબ જ ઓછા હતા જે થી ઇએમટી પ્રવીણ બામણીયા દ્વારા બાળકને તુરંત લઈ અને તેની સારવાર આપવાની ચાલુ કરી હતી જે અંતર્ગત નવજાત શિશુને હદય ના ધબકારા ઓછા હતા એટલે CPR એટલે કે છાતી પર દબાણ અને કુત્રિમ શ્વાસ આપીને બાળકનો જીવ બચાવ્યો હતો. તેમજ પ્રસુતી બાદ માતાની હાલત પણ નબળી હોય જે થી 108 કોલ સેન્ટર પર ઊપસ્થિત ઉપરી ડોક્ટર સાથે વાતચીત કરી અને એમની સૂચના મુજબ જરૂરી ઈન્જેકશન અને બોટલ ચડાવવામાં આવ્યા હતા આમ, ઇ.એમ. ટી. પ્રવીણ બાંભણિયા અને પાઇલોટ ગિરીશ સોંદરવા દ્વારા યોગ્ય સમયસૂચકતા વાપરી અને પોતાની સૂજબુજ થી નવજાત બાળક અને માતા ને સમયસર યોગ્ય સારવાર આપી જીવ બચાવવામાં આવ્યો હતો તેમજ સ્થળ પર થી એટલે કે ચાંચ બંદર ગામ થી મહુવા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા, તેમજ સરકારી હૉસ્પિટલ ના ડોક્ટર દ્વારા માતા અને નવજાત શિશુ ને ત્યાં લઈ ગયા ત્યારે સરકારી હૉસ્પિટલ ના ડૉક્ટર દ્વારા પણ 108 ની ટીમ ને આવી સરાહનીય કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા. અને દર્દીના સગા દ્વારા પણ 108 ટીમ અને એમની સેવાનો આભાર માન્યો હતો આમ આ મુજબ આ કેસને રાષ્ટ્રીય સ્તરે સર્વશ્રેષ્ઠ કેસ તરીકેનું સિલેક્શન થયું અને આ કેસમાં સારવાર આપનાર ઈ.એમ. ટી. અને પાઇલોટ બંને કર્મચારીઓને ઇ.એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા રાષ્ટ્ર કક્ષાનું એવોર્ડ એનાયત કરાયો.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.