જામનગર જિલ્લાના કાલાવડ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પકડાયેલા રૂપિયા ૧૭ લાખની કિંમતના ઈંગ્લીશ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું - At This Time

જામનગર જિલ્લાના કાલાવડ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પકડાયેલા રૂપિયા ૧૭ લાખની કિંમતના ઈંગ્લીશ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું


જામનગર જિલ્લાના કાલાવડ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પકડાયેલા રૂપિયા ૧૭ લાખની કિંમતના ઈંગ્લીશ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું

જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન તેમજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા કુલ ૧૭ લાખની કિંમતના ઇંગલિશ દારૂ ના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, અને ઇંગ્લિશ દારૂ ના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

જામનગર જીલ્લા ના કાલાવડ ટાઉન અને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના અલગ અલગ ગુનાઓ માં પકડાયેલ વિદેશી દારૂ નો વિશાળ જથ્થો કુલ ૩,૫૮૧ ઈંગ્લીશ દારૂ ની બાટલી નો જથ્થો કે જેની કુલ કિંમત ૧૭ લાખ રૂપિયા થવા જાય છે, જે દારૂના જથ્થા નો નાશ કરવા માટેની આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગર ગ્રામ્ય વિસ્તારના એસ.ડી.એમ. કાલરીયા, અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ઇન્ચાર્જ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, કાલાવડ પોલીસ સ્ટેશન ના પી.આઈ. એન.બી.ડાભી, કાલાવડ ગ્રામ્યના પી.એસ.આઈ. વી.એ.પરમાર, અને નશાબંધી શાખા ના ઇન્ચાર્જ પી.આઈ. સહદેવસિંહ વાળા ની હાજરી માં દારૂ ના જથ્થા નો નાશ કરવા માં આવ્યો હતો.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.