અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે શીકા ખાતે મફત નેત્ર રોગ નિદાન કેમ્પ યોજાયો - At This Time

અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે શીકા ખાતે મફત નેત્ર રોગ નિદાન કેમ્પ યોજાયો


અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે સેવાસંઘ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલીત ડૉ.રસિકલાલ શાહ સાર્વજનીક હોસ્પીટલ મોડાસાના સહયોગથી શીકા ગામ ખાતે મફત નેત્ર રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો. કેમ્પનુ ઉદ્ગગાટન ધનસુરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના નવનિયુકત પ્રમુખશ્રી કૌશિકભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટય કરી કરવામાં આવ્યું. જેમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઈ પટેલ, નરેશભાઈ ગોર, અનંતભાઈ પ્રજાપતિ, પ્રબોધભાઈ પટેલ, નરેન્દ્રસિંહ ઠાકોર સહિતના આગેવાનો જોડાયા હતા. કૅમ્પમાં શીકા ગામ ,અંતીસરા,રહિયોલ, હિંદુપુરા, ગુજેરી જેવા ગામોના કુલ ૭૯ લોકોની તપાસ કરવામાં આવી હતી.જેમાંથી ૫૩ લોકોને પચાસ રૂપિયાના મામૂલી દરે ચશ્માંનુ વિતરણ કરાયું હતું અને ૧૨ જેટલા લોકોને મોતિયાના ઓપરેશન માટે આજે એટલે કે ૨૬/૧૨/૨૦૨૪ ના રોજ લઈ જવામાં આવ્યા હતા ત્યાર બાદ તેમને હોસ્પિટલની જ એમ્બ્યુલન્સ મારફતે પરત મોકલવામાં આવ્યા હતા. ત્યારે આવા સામાજીક કાર્યો કરવા બદલ સામાજીક અને રાજકીય મહિલા અગ્રણી બિંકલબેન પટેલે સાર્વજનીક સેવા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા કામોથી આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગના લોકોને લાભ થાય છે અને સામાજીક જીવનમાં બદલાવ જોવા મળે છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન શીકા ગામનાં સામાજીક કાર્યકર વિપુલભાઈ પટેલ અને કનુભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.