પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાના ગુન્હાના આરોપીનો છુટકારો ફરમાવતી ઉપલેટાની અદાલત - At This Time

પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાના ગુન્હાના આરોપીનો છુટકારો ફરમાવતી ઉપલેટાની અદાલત


આરોપીના એડવોકેટ રમેશ પી. સોલંકીની દલીલો ગ્રાહય રાખતી અદાલત

(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૩, રાજકોટ ખાતે રહેતા પ્રકાશ ઉર્ફે પોલાભાઈ ઉર્ફે ભોલો બંસીભાઈ દુધરેજીયાની ઉપલેટા પોલીસે ચોરીના ગુન્હામાં અટક કરેલી હતી જે ગુન્હાના કામે આરોપીને ઉપલેટા પોલીસ સ્ટેશનેથી નામદાર ઉપલેટા અદાલતમાં રજુ કરવાની તૈયારી તેમજ જરૂરી કાગળો કરવાના સમયે આરોપી નજર ચુકવી ઉપલેટા પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયેલ હતો જેથી આ આરોપી સામે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ ૨૨૪ અન્વયે ગુન્હો દાખલ થયેલ હતો.

આ ગુનામાં ફોજદારી કેસ નં. ૩૮૭/૨૦૨૦ નામદાર ઉપલેટાની અદાલતમાં ચાલી જતા બન્ને પક્ષોની દલીલો સાંભળી આરોપી તરફે ઉપલેટાના વિ.વકીલ રમેશ પી. સોલંકીની દલીલ ગ્રાહય રાખી આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકતો હુકમ કરવામાં આવેલ ત્યારે આ કામે આરોપી તરફે ઉપલેટાના પેનલ એડવોકેટ રમેશ પી. સોલંકી રોકાયેલ હતા.

અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો.9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon