ધ્રાંગધ્રામા ક્ષત્રિય યુવાન પર જીવલેણ હુમલો કરવાના પ્રકરણમાં ત્રણ મહિલાઓના જામીન નામંજુર.
ધ્રાંગધ્રામા ક્ષત્રિય યુવાન પર જીવલેણ હુમલો કરવાના પ્રકરણમાં ત્રણ મહિલાઓના જામીન નામંજુર.
(સેસન્સ કોટેઁ ત્રણેય મહિલાઓના જામીન નામંજુર કરતા જેલ હવાલે)
ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા શહેરના સોની તલાવડી વિસ્તાર ખાતે ૨૬ નવેમ્બરના રોજ અગાઉ ક્ષત્રિય યુવાનના ઘરમા ઘુસી ત્રણ મહિલાઓ સહિત નવ શખ્સો દ્વારા જીવલેણ હુમલાની ફરીયાદ નોંધાઇ હતી. જે ફરીયાદના આધારે સ્થાનિક પોલીસે મામલાની ગંભીરતા દાખવી મુમતાઝબેન ઉસ્માનભાઇ સુમરા, રસીદાબેન ફીરોજભાઇ પઠાણ, અલ્ફીનાબેન વસીમખાન પઠાણ સહિત ત્રણ મહિલાઓને ઝડપી લીધા હતા. જે બાદ તમામ ઝડપાયેલ મહિલાઓ દ્વારા સેસન્સ કોટઁમા જામીન અરજી દાખલ કરાઇ હતી જેમા ફરીયાદી પક્ષના વકીલ વી.એચ.ભટ્ટ તથા આરોપી પક્ષના વકીલ એસ.એમ. શેખની દલાલોને સાંભળી સેસન્સ કોટઁના જજ દ્વારા ત્રણેય મહિલાઓની રેગ્યુલર જામીન અરજી ના મંજુર કરી તમામને જેલ હવાલે કરવામા આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.