યાજ્ઞિકરોડ પર પૈસાની લેતી-દેતી મામલે યુવક પર છરીથી હુમલો

યાજ્ઞિકરોડ પર પૈસાની લેતી-દેતી મામલે યુવક પર છરીથી હુમલો


રાજકોટ,તા.23 : યાજ્ઞિક રોડ પર આવેલ ચાંદની ચીકી પાસે મોડી રાત્રે સાગર રાયચુડા નામના યુવક પર પૈસાની લેતી-દેતી મામલે જૂનાગઢના ત્રણ શખ્સોએ છરીથી હુમલો કરતાં સારવારમાં સીવીલે ખસેડાયો હતો. અને બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી.બનાવની વિગત અનુસાર એસ્ટ્રોન ચોક પાસે રહેતા સાગરભાઈ રવિચંદ્ર રાયચુડા (ઉ.વ.30) ગત રાત્રીના અઠી વાગ્યે યાજ્ઞિક રોડ પર આવેલ ચાંદની ચીકી પાસે જૂનાગઢથી આવેલા લખન, જગદિશ અને રાજને રૂ।.30 હજારની ઉઘરાણી મામલે ઝઘડો કરી છરીથી હુમલો કરી નાશી છુટયા હતાં. ઈજાગ્રસ્તે તેના મીત્રને જાણ કરતા દોડી આવ્યો હતો અને સાગરને લોહીલુહાણ હાલતમાં સારવારમાં સીવીલે ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતાં પીએસઆઈ ખોખરા સહીતનો સ્ટાફ દોડી જઈ ઈજાગ્રસ્તનું નિવેદન નોંધી સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.વધુમાં ઈજાગ્રસ્ત યુવકના મિત્રએ જણાવ્યું હતું કે, સાગર મોબાઈલની દુકાન ધરાવે છે. અને ગત રોજ રાત્રીના જૂનાગઢથી આવેલા શખ્સોએ સાગરને બોલાવીને રૂપિયાની લેતી-દેતી મામલે હુમલો કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »