દહેગામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા "અર્થશાસ્ત્રમાં કારકિર્દી "વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું - At This Time

દહેગામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા “અર્થશાસ્ત્રમાં કારકિર્દી “વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું


તા-2 સપ્ટેમ્બર, 2024ના રોજ દેહગામ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા " અર્થશાસ્ત્રમાં કારકિર્દી" વિષય પર વિશિષ્ટ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દી વિકલ્પો વિશે જાગૃતિ લાવવાનો હતો.
આ વ્યાખ્યાનમાં મુખ્ય પ્રવક્તા તરીકે પ્રો. રાજનિકાંત પી. પરસાણિયા, (આસિસ્ટન્ટ પ્રોફેસર, અર્થશાસ્ત્ર વિભાગ, એસ.પી.યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર)એ હાજરી આપી હતી. તેમણે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં ઉપલબ્ધ આકર્ષક કારકિર્દી વિકલ્પો,શિક્ષણ,સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સંશોધન, અને વાણિજ્ય ક્ષેત્રે નવી તકોની જાણકારી આપી. તેમજ અર્થશાસ્ત્રના અભ્યાસથી ફક્ત શૈક્ષણિક જ નહીં પરંતુ સામાજિક અને આર્થિક જ્ઞાનમાં વધારો કઈ રીતે થાય છે તે વિશે પણ વિસ્તૃત સમજ આપી તેમજ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી કરી.
આ કાર્યક્રમનું સંચાલન ડૉ. જગદીશ મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું, અર્થશાસ્ત્ર વિભાગના વડા ડૉ. જિતેન્દ્ર ગજેરાએ મુખ્ય અતિથિનો પરિચય આપ્યો અને તેમના પ્રભાવશાળી કારકિર્દી વિષે વિગતે માહિતગાર કર્યા. કોલેજના આચાર્ય ડૉ. હિતેષ ભટ્ટએ મુખ્ય અતિથિનું શાબ્દિક સ્વાગત કર્યું.અંતે પ્રો. રેખા વસાવા દ્વારા આભારવિધિ કરવામાં આવી, જેમાં તેમણે પ્રો. પરસાણિયા અને ઉપસ્થિત સૌનો આભાર માન્યો.
કૉલેજના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપગણ ઉપસ્થિત રહ્યા. આમ આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરણા મળી અને નવી તકોને ઓળખવાની તક પ્રાપ્ત થઈ.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.