વિસાવદર નગરપાલિકામાં ભ્રષ્ટ શાસન મુદે કેમ કાયૅવાહીઓ થતી નથી - At This Time

વિસાવદર નગરપાલિકામાં ભ્રષ્ટ શાસન મુદે કેમ કાયૅવાહીઓ થતી નથી


વિસાવદર નગરપાલિકામાં ભ્રષ્ટ શાસન મુદે કેમ કાયૅવાહીઓ થતી નથી
છેલ્લા બે વર્ષમાં કરોડોની મલાઈ હજમ કરનારાઓ કટકીબાજ દલાલીઆઓની પ્રજાના પૈસાનો દુરૂપયોગ કરી લોકોને મળવી જોઈતી સુવિધાઓને બદલે ખિસ્સાઓ વજનદાર કરી રહ્યા છે.છેલ્લા દોઢ વષૅ માં ભૂગૅભ ગટર યોજનાનું કોઈપણ જાતના ટેન્ડર વગર મેઈટેન્સનો કોન્ટ્રાક્ટ આપી કેટલાક લેભાગુ તત્વોએ પોતાના મળતીયાઓ સાથે મળી મસમોટો ભ્રષ્ટાચાર કરી એ સાબિત કરી નાખ્યું છે કે બધી ઓફીસો અમારા કબજામાં છે અમારો વાળ પણ વાંકો નહીં થાય.વરસાદ ધોવાણ ગ્રાન્ટ ની રકમ અંદાજે ૪૦ લાખ નો કોઈ અતોપતો નથી.વિસાવદરની જનતામાં એવો સૂર ઉઠ્યો છે કે પંચાયતના હરામના પૈસા ખાનારાઓ તમને પૃથ્વી પર જ નકૅ પ્રાપ્ત થશે. વિસાવદરનો મેઈનરોડ અતિ બિસ્માર હાલતમાં છે.તાલુકા કક્ષાના આ સેન્ટરમાં મેઈન બજારમાં એટલા મોટા ખાડાઓ છે તો લોકો કહે છે આ ખાડાઓ ભ્રષ્ટાચારીઓના પાપના ખાડાઓ છે.સરદાર ચોક કોનો છે એ પ્રશ્ન પણ પી ડબલ્યુ ડી તથા નગરપાલિકા ને જઈને પૂછતા બંને એકબીજાને ખો ખો આપે છે.કરોડો રૂપિયાની ગ્રાન્ટો આ તાલુકામાં આવે છે પણ કટકીબાજો પોતાના પેટ ભરે છે.આખલા જેવા થતા અમુક રાજકારણીઓ તો પોતાના વિસ્તારનુ ટેન્ડર મંજૂર કરવામાં આવે તો ભાગબટાઈ કરી રહ્યા છે.પ્રજા બિચારી શું કરે.કરવેરા ઉઘરાવવામાં ઢોલ વગાડતી આ નગરપાલિકા સામે હવે ઢોલ નગારા વગાડવાની જરૂર છે.પણ તોય જાગશે નહીં શું તેઓને નથી દેખાતું પ્રજાનુ દદૅ , પણ લાગે છે કે સતાધીશો કે અમલદારો કેમ કે બંને આંધળા ને બેરા બનીને પ્રજાનો પરસેવાનો માલ હજમ કરીને આરામ ફરમાવી રહ્યા છે.

રિપોર્ટ મુકેશ રીબડીયા હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.