**ઝાલોદ નગરપાલિકામાં રેખાબેન વસૈયા પ્રમુખ અને ભાવનાબેન ડામોર ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે** - At This Time

**ઝાલોદ નગરપાલિકામાં રેખાબેન વસૈયા પ્રમુખ અને ભાવનાબેન ડામોર ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે**


**ઝાલોદ નગરપાલિકામાં રેખાબેન વસૈયા પ્રમુખ અને ભાવનાબેન ડામોર ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે**

દાહોદ જિલ્લાની દેવગઢ બારીયા અને ઝાલોદ નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. બંને નગરપાલિકાઓમાં ભાજપના મેન્ડેટ મુજબના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.ઝાલોદ નગરપાલિકામાં રેખાબેન વસૈયા પ્રમુખ અને ભાવનાબેન ડામોર ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે.
નગરપાલિકા ચૂંટણી પ્રક્રિયા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. મામલતદાર અને ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. પ્રમુખ પદ માટે ભારે ખેંચતાણ અને મથામણ જોવા મળી હતી. ભાજપે ધુરંધર કાઉન્સિલરોની બાદબાકી કરતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. નારાજ કાઉન્સિલરોએ છેવટે પક્ષના મેન્ડેટ સામે નમતું જોખ્યું હતું. નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને કાર્યકર્તાઓએ ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. બંને નગરપાલિકાઓમાં ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image