પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે” નિમિત્તે અમદાવાદ મંડળ ના 9 રેલવે સ્ટેશનો પર ફોટો પ્રદર્શનનું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર 14 મી ઓગસ્ટ 2024 ને લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં “પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે” તરીકે મનાવવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં અમદાવાદ મંડળ ના અમદાવાદ, સાબરમતી, મણિનગર, કલોલ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ, હિંમતનગર અને રાધનપુર સ્ટેશન પર ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંડળ રેલવે પ્રવક્તા અમદાવાદ એ માહિતી આપતાં જણાવ્યું હતું કે 14મી ઓગસ્ટે પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસ દેશના તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે.જેમણે અંધાધૂંધ નફરત અને હિંસાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો. મંડળના અમદાવાદ, સાબરમતી, મણિનગર, કલોલ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ, હિંમતનગર અને રાધનપુર સ્ટેશનો પર ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
સાથે જ મંડળ પર 9 થી 15 ઓગસ્ટ 2024 સુધી “હર ઘર તિરંગા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય લોકોના મનમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો અને જન -ભાગીદારી ની ભાવના સાથે સ્વતંત્રતાના અમૃત મહોત્સવના રૂપે મનાવવામા આવી રહ્યો છે. રાષ્ટ્રધ્વજ, ત્રિરંગાથી આપણને નવી ઉર્જા મળે છે. હર ઘર ત્રિરંગા અભિયાનમાં રેલ્વે કર્મચારીઓ, તેમના પરિવારો અને સામાન્ય લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સ્ટેશનો પર જાહેરાતો દ્વારા લોકોને આ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.