કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડનો ચેક વિતરણનો સમારોહ યોજાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pvo1nfy2fm93l05f/" left="-10"]

કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડનો ચેક વિતરણનો સમારોહ યોજાશે


કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડનો ચેક વિતરણનો સમારોહ યોજાશે

આજે રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને બોટાદ શહેરના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સ્વ સહાય જૂથોને રિવોલ્ડિંગ ફંડ અને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડનો ચેક વિતરણનો સમારોહ યોજાશે

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને તા. ૧૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ ને શનિવારના રોજ સવારે ૯: ૦૦ કલાકે બોટાદના નાનજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે “વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાએ ગ્રામીણ અને શહેરી વિસ્તારના સ્વ સહાય જૂથોને રિવોલ્ડિંગ ફંડ અને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડનો ચેક વિતરણનો સમારોહ યોજાશે.

આ સમારોહમાં પ્રતિકરૂપે ૧૦ સ્વ-સહાય જૂથોને ચેક વિતરણ અને પ્રમાણપત્ર તેમજ ૦૫ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું પણ વિતરણ કરાશે તેમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સિનીયર જનરલ મેનેજર-વ-નિયામકશ્રી, બોટાદ તરફથી અખબારી યાદીમાં જણાવાયું છે.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]