ધંધુકા વાળંદ સમાજના પાંચમા નવચંડી યજ્ઞનું શ્રદ્ધાપૂર્વક સમાપન
ધંધુકા વાળંદ સમાજના પાંચમા નવચંડી યજ્ઞનું શ્રદ્ધાપૂર્વક સમાપન
ધંધુકા વાળંદ સમાજ દ્વારા શ્રી મહાકાળી મંદિરે ભવ્ય નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજાન કરાયું
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ભદ્રેશ્વર મહાદેવ મંદિરસમીપ સ્થિત પવિત્ર શ્રી મહાકાળી માતાના મંદિરે ધંધુકા વાળંદ સમાજ દ્વારા ભવ્ય અને ભક્તિસભર નવચંડી યજ્ઞ તથા મહાપ્રસાદનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ ધાર્મિક કાર્યક્રમ સંવત 2081, ચૈત્ર સુદ 8ના શુભ દિવસે સમાજના કુલદેવી શ્રી લિંમ્બચ ભવાની માતાજીની કૃપાથી ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. નોંધનીય છે કે આ પવિત્ર યજ્ઞનું આયોજન સમાજ દ્વારા પાંચમી વાર કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે વાળંદ સમાજ આજે પણ પોતાની ધાર્મિક પરંપરાઓ અને સંસ્કૃતિ પ્રતિ શ્રદ્ધાપૂર્વક અઢળક ભક્તિ ધરાવે છે.
યજ્ઞના પુર્ણાહુતિ બાદ બહેનોએ ભક્તિભાવથી રાસ-ગરબા રમી માતાજીને રીઝવ્યા બાદ મહાપ્રસાદ લીધો હતો. આ પૂર્ણ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, વડીલઓ, યુવાનો અને બહેનો સહિત મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના આશીર્વાદ મેળવી ધાર્મિક ઊર્જાનો અનુભવ કર્યો હતો.
સમાજના સંગઠન અને એકતાના આદર્શ ઉદાહરણ રૂપે આ કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
