ખ્વાતી મલ્ટી – સ્પેશ્યાલીટી હોસ્પીટલ ઘટના ની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરશે.
ગત તારીખ : ૧૨ નવેમ્બર ૨૦૨૪ ના રોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખ્યાતિ મલ્ટી - સ્પેશીયાલીટી હોસ્પીટલમાં બે દર્દીઓના મોત થયેલ જે બાબતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન માં અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવેલ જે ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં લઇ અમદાવાદ શહેરનાઓએ પોલીસ કમિશ્નરે ત્રણેય ગુનાની તપાસ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપવાનો હુકમ કરેલ છે,
ઉપરોકત ત્રણેય ગુનાની તપાસો ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવેલ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સરકારશ્રી દ્વારા નિયુકત કરવામાં આવેલ ડોકટરોની ટીમ સાથે ખ્યાતિ મલ્ટી - સ્પેશીયાલીટી હોસ્પીટલની ઝીણવટભરી ઝડતી તપાસ કરવામાં આવેલ જે ઝડતી તપાસ દરમ્યાન બોરીસણા કડી ખાતે તા.૧૦/ ૧૧/૨૦૨૪ ના રોજ હોસ્પીટલ દ્વારા કેમ્પનુ આયોજન કરવામાં આવેલ તે કેમ્પમાં હાજર રહેલ દર્દીઓની માહીતી શોધી કાઢવામાં આવેલ છે તેમજ કેમ્પમાં હાજર રહેલ દર્દીઓ પૈકી જે દર્દીઓને ખ્યાતિ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલમાં વધુ સારવાર માટે લઇ આવવામાં આવેલ તે દર્દીઓની સારવાર કરેલ તેની ઓરીજલ ફાઇલો શોધી કાઢવામાં આવેલ છે,
ખ્યાતિ હોસ્પીટલમાંથી ગુનાને સંલગ્ન મળે તેવા ડેટાવાળા બે કોમ્પ્યુટર તથા એન્જીયોગ્રાફી કરેલ દર્દીઓની માહીતી સાથેનો ડેટા રીકવર કરવામાં આવેલ છે,
ખ્યાતી મલ્ટી - સ્પેશીયાલીટી હોસ્પીટલ દ્વારા ટુંકા ગાળામાં ૧૩ જેટલા ગામોમાં અલગ અલગ કેમ્પો કરી તેમાંથી દર્દીઓ લાવી તેમની પી.એમ.જે.એ.વાય હેઠળ એન્જીઓગ્રાફી કરેલ હોવાના પુરાવાઓ મળી આવેલ છે,
ખ્યાતી મલ્ટી - સ્પેશીયાલીટી હોસ્પીટલ માંથી મળી આવેલ ડોક્યુમેન્ટો તેમજ હોસ્પીટલ સ્ટાફની પુછપરછમાં આ ગુનાના કામે હોસ્પીટલના સી.ઇ.ઓ. રાહુલ જૈન તથા માર્કેટીંગ મેનેજર મીલીન્દ પટેલની સંડોવણી હોવાનુ પ્રાથમીક દ્રસ્ટીએ જણાય આવેલ છે જેમની વિરૂધ્ધમાં વિશેષ પુરાવાઓ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે,
આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા માટે ટેકનીકલ તથા હ્યુમન સોર્સ નો ઉપયોગ કરી અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓ શોધી કાઢવા રવાના કરવામાં
આવેલ છે,
આ ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓ ભારત છોડી અન્ય દેશોમાં ભાગી ન જાય તે હેતુથી તેઓના પાસપોર્ટ અંગેની માહીતી મેળવી તેમના વિરૂધ્ધમાં લુકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવેલ છે.
Report by:- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.