નવસારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો………..
નવસારી એમ.જી. જનરલ હોસ્પિટલ
ZEIS 56
નવસારી સિવિલ હોસ્પિટલમાં હાલ ગરમીને લઈને દર્દીઓથી બેડ ફૂલ થયા છે. જેમાં હોસ્પીટલના 230 બેડની ક્ષમતા સામે હાલમાં 253 દર્દીઓ સારવાર લઈ રહયા છે. આ સાથે દરરોજ લગભગ 1000 દર્દીઓ આઉટડોરમાં આવે છે. ગત સોમવારે દર્દીઓની સંખ્યા 1200 થી વધુ
હતી. હવે નવસારી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ શરૂ થતાં દરેક વિભાગના ડોક્ટરો હાજર રહેતા હોવાથી દર્દીઓને તુરંત તમામ પ્રકારની સારવાર મળવાથી દર્દીઓને રાહત થઈ રહી છે.હાલમાં આવેલા વાતાવરણના બદલાવની સીધી અસર માનવ શરીર ઉપર પણ થાય છે. જેનાથી નાના મોટા શરદી, ખાંસી, ઉલટી સહિતના લક્ષણો દેખાતા હોય છે. આ કારણે નવસારી સિવિલ હોસ્પિટલમાં દર્દીની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો થયો છે. વાતાવરણમાં થયેલા આ ફેરફારોને કારણે ઘણીવાર લોકોને સારવારની જરૂર ઉભી થાય છે અને તેઓ નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.
9879463350
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.