ગારીયાધર ખાતે સંત શ્રી વાલમરામ બાપા ની 138 મી પુર્ણતિથિ ભાવપુર્ણ ઉજવાઈ - At This Time

ગારીયાધર ખાતે સંત શ્રી વાલમરામ બાપા ની 138 મી પુર્ણતિથિ ભાવપુર્ણ ઉજવાઈ


ગારીયાધર ખાતે સંત શ્રી વાલમરામ બાપા ની 138 મી પુર્ણતિથિ ભાવપુર્ણ ઉજવાઈ

સૌરાષ્ટ્ર ધરા ના સિધપુરુષ સંત શ્રી વાલમરામ બાપા ની 138 મી પુર્ણતિથિ ની ગારિયાધાર માં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી ઉજવણી અંતર્ગત સંત વાલમરામ બાપા ની ચરણ પાદુકા પૂજન બટુક ભોજન.બ્લડ ડોનેશન કેમ્પ શોભાયાત્રા મહા આરતી સહિત ના અનેક વિધિ ધાર્મિક કાર્યક્રમો યોજાયા વાલમરામ બાપા ની જગ્યા માં સવાર થી જ ભાવિકો નો પ્રવાહ ઉમટી પડીયો હતો

ગારિયાધાર ગામમાં વિક્રમ સંવત ૧૮૮૦ ના જેઠ સુદ.૨ ના કાત્રોડીયા પટેલ કુટુંબ માં લવા નારાયણ ના ઘરે જબાઈ માતા ના કૂખે મહાત્મા વાલમપીરે પ્રાગટય કર્યુ હતું જન્મતા ની સાથેજ બાપા એ લલાટ માં તિકલ હાથમાં લાકડી અને બેરખો કંઠ માં તુલશી ની માળા સાથે જ દર્શન દીધા હતા સાત વર્ષ ૧૮૮૭ માં સમર્થ સદ્ ગુરુ ભોજલ રામજી ગારિયાધાર પધારતાં વાલમ રામ જી ને તેમનું લૌકિક રીતે ગુરુપદ સ્વીકારતા જલારામ બાપા ના ગુરુ ભાઈ થયા હતા

સંતોની ભુમી એટલે ગારીયાધાર અહીં કોમી એકતા નું પ્રતિક કાયમી જોવા મળે છે શોભાયાત્રામાં વિવિધ સ્ટોલ ઉભા કરી નાસ્તા. ઠંડા પીણા વગરે વિવિધ સેવા આપવામાં આવે છે તેમાં પણ ગારિયાધાર ના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પણ આ સેવાનો લાભ લઇને કોમી એકતાના દર્શન કરાવતાં જોવા મળે છે

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.